શિકાગો હિંદુ કૉંગ્રેસમાં મોહન ભાગવતે કહ્યું- હિંદુઓને એક થવુ જરૂરી
શિકાગોમાં આયોજિત વિશ્વ ધર્મ સમ્મેલનમાં સ્વામિ વિવેકાનંગે 11 સપ્ટેમ્બર 1893ના રોજ આપેલા ચર્ચિત ભાષણને 125 વર્ષ પૂરા થવા પર વિશ્વ હિન્દુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોહન ભાગવતે કહ્યું હિન્દુઓ હજારો વર્ષોથી દબાતા આવ્યા છે, કારણ કે તે પોતાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવા અને આદ્યાત્મિકતાને ભૂલી ગયા છે. તમામ લોકોને એકસાથે આવવા પર જોર આપીને ભાગવતે કહ્યું કે, આપણે સાથે આવવું પડશે. મોહન ભાગવતે શુક્રવારે કહ્યું કે, હિન્દુઓ કોઈનો વિરોધ કરવા માટે નથી જીવતા, પરંતુ કેટલાક લોકો પણ હોઈ શકે છે જે હિન્દુઓનો વિરોધ કરે છે. સંઘ પ્રમુખે હિન્દુ સમુદાયને એક-જૂટ થઈ માનવ કલ્યાણ માટે કામ કરવાની અપિલ કરી છે.
શિકાગો: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે હિન્દુ સમુદાયને એક-જૂટ થઈ માનવ કલ્યાણ માટે કામ કરવાની અપિલ કરી છે. અમેરિકાના શિકાગોમાં વિશ્વ હિન્દુ સમ્મેલનમાં લગભગ 2500 લોકોને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું કે, હિન્દુ સમાજમાં ટેલેન્ટેડ લોકોની સંખ્યા સૌથી વધારે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -