ઇતિહાસમાં પહેલીવાર સૂર્યને નજીકથી જોવા NASAએ મોકલ્યું અંતરિક્ષ યાન, સ્પીડ 190 KM/સેકન્ડ
વોશિંગટનઃ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ સૂર્યને અડવા-નજીક પહોંચવા (ટચ ધ સન)ના અનોખા મિશન પર પહેલીવાર એક નાનું યાન 'પાર્કર સોલાર પ્રૉબ' લૉન્ચ કર્યું છે. આ યાન સૂર્યના વાતાવરણ કે કોરોનામાં જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં અત્યાર સુધી કોઇપણ અંતરિક્ષ યાન સૂર્યની આટલી નજીક નથી પહોંચ્યું.
આગામી 7 વર્ષ સુધી આ સૂર્યના કોરોના 24 ચક્કર લગાવશે. આ યાન સૂર્યની સૌથી નજીક પહોંચીને તેની ચકાસણી કરશે. પાર્કર સોલર પ્રોબ પોતાની સાથે ઘણાં ઉપકરણો લઈ ગયું છે, જે સૂરજનો અંદરથી અને આસપાસ કે પ્રત્યક્ષ રીતે અભ્યાસ કરશે.
વિજ્ઞાનીઓને આશા છે કે આ યાન એ રહસ્ય પરથી પણ પડદો ઊઠાવશે કે સૂર્યના કોરોના એટલે કે વાતાવરણનું તાપમાન 10 હજાર ડિગ્રી ફેરનહીટ કેમ છે 7 વર્ષના મિશન દરમિયાન યાન સૂર્યના કોરોનામાંથી 24 વખત પસાર થશે.
નાસાએ સૂર્યને અડકવાના પોતાના ઐતિહાસિક મિશન અંતર્ગત રવિવારે પાર્કર યાન લોન્ચ કર્યું. આ પહેલા શનિવારે હીલિયમ એલાર્મ વાગવાને કારણે લોન્ચિંગ ટળ્યું હતું. આ યાનને ડેલ્ટ-4 રોકેટથી કેપ કેનરવલ સ્ટેશનથી મોકલવામાં આવ્યું. આ 85 દિવસ પછી 5 નવેમ્બર સૂર્યની કક્ષામાં પહોંચશે.