NASAનું સૂર્ય નજીક જનારું ઐતિહાસિક અંતરિક્ષયાનનું લૉન્ચિંગ 24 કલાક માટે ટાળવામાં આવ્યું
નાસાએ જણાવ્યુ કે આ અંતરિક્ષયાન લૉન્ચ માટે 60 ટકા સ્થિતિ અનુકૂળ રહેશે તો રવિવારે સવારે સ્થાનિક સમય અનુસાર 3 વાગીને 31 મિનિટ પર લોન્ચ કરવામાં આવી શકે છે.
મિશીગન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અને પરિયોજના વૈજ્ઞાનિકોમાં શામેલ જસ્ટિન કાસ્પરે કહ્યું કે, પારકર સોલર પ્રોબ આપણને આ વિષયમાં પૂર્વાનુમાન લગાવવામાં ખૂબદજ મદદરૂપ થશે કે સૌર હવાઓમાં વિચલન ક્યારે પૃથ્વીને પ્રભાવિત કરી શકે છે. આ યાનને માત્ર ચાર ઇંચ(11.43 સેમી) મોટી ઉષ્મા રોધક શીલ્ડથી સુરક્ષિક કરવામાં આવ્યું છે જે તેને સૂર્યના તાપમાનથી બચાવશે.
ઉલ્લેખનીય છે કે, સૂર્યના પ્રચંડ તાપમાનવાળા વાતાવરણનો અભ્યાસ કરવા અને આ તારા સુધી માનવીના પ્રથમ મિશનના ઉદ્દેશ્ય સાથે દોઢ અરબ ડૉલરના નાસાના અંતરિક્ષયાન‘પારકર સોલર પ્રોબ’ શનિવારે સવારે ફ્લોરિડાના કેપ કેનવરલથી ડેલ્ટા 4 હેવી રૉકેટ સાથે લોન્ચ કરવાના હતા. જેને ટાળી દેવામાં આવ્યું છે. આ યાનનું મુખ્ય લક્ષ્ય સૂર્યની સપાટીની આસપાસના અસામાન્ય વાતારવરણના ઊંડા રહસ્યોની જાણકારી મેળવવાનું છે. સૂર્યની સપાટી ઉપરના ક્ષેત્ર (કોરોના)નું તાપમાન સૂર્યની સપાટીના તાપમાનથી લગભગ 300 ગણું વધારે છે.
અમેરિકા: નાસાએ તારાના ચમકતા વાતારવણ અને તેના રહસ્યો વિશે જાણવા માટે સૂર્ય નજીક ઉડાન ભરનારા સ્પેસક્રાફ્ટ લૉન્ચને આવતીકાલ સુધી ટાળી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે લૉન્ચના કેટલાક મિનિટો પહેલા ગેસીય હીલિયમ અલાર્મ વાગ્યા બાદ તેને ટાળી દેવામાં આવ્યું છે.