UN: નવાઝ શરીફે ફરી કાશ્મીર રાગ આલાપ્યો, આતંકી બુરહાનને ગણાવ્યો યુવા નેતા
પાક. ભારતની કાર્યવાહીથી ફફડી ગયું છે. તેના નવાજ શરીફે ન્યુયોર્કથી જ પોતાના સેના પ્રમુખ રાહિલ શરીફને કોઇ પણ કાર્યવાહીના મુકાબલાની તૈયારીનો આદેશ આપી દીધો છે. નવાજે સાથે જ કહ્યું હતું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં શાંતિ માટે ભારત સાથે મંત્રણા કરવા માગે છે. પણ ભારત પહેલાથી જ શરતો લાદે છે. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દાનું સમાધાન કર્યા વિના બંને દેશ વચ્ચે શાંતિ શક્ય નથી. તેમણે કહ્યું કે વિશ્વ સમુદાયે ભારતને પણ તેના હથિયારો સમાપ્ત કરવા કહેવું જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યુયોર્કઃ આતંકવાદ પર પાકિસ્તાનના બેવડા માપદંડો ફરી સામે આવ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાની બેવડી નીતિના પૂરાવા આપતા એક બાજુ આતંકવાદની વિરૂદ્ધ લડાઈમાં પોતાની પીઠ થાબડી છે તો બીજી બાજુ ભારત પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે ભારતીય સેના કાશ્મીરમાં માનવાધિકારોનો ભંગ કરી રહી છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદી બુરહાન વાનીને શહીદ ગણાવ્યો હતો. તેમજ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાનો આગ્રહ કર્યો હતો. ભારતીય સેના પેલેટ ગન જેવાં હથિયારોથી તેમને બળજબરીપૂર્વક દબાવી રહી છે. શરીફે દાવો કર્યો હતો કે ખીણમાં 60000 કરતાં વધારે નાગરિકો સેનાની ક્રૂરતાથી ઘવાયેલા છે.
આતંકવાદ મુદ્દે ભારતના આક્રમક વલણથી પાકિસ્તાન ખૂબ જ ભયભીત છે. તેને અેકલું પાડવાની ભારતીય રણનીતિથી ચિંતિત પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફ બુધવારે દુનિયાના લગભગ તમામ દેશના નેતાઓને મળ્યા હતા. તેમની સામે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો પણ આ પ્રયાસોની કોઇ અસર જોવા મળી નહતી. બેઠકથી અલગ શરીફે અમેરિકા, બ્રિટન, જાપાન અને તુર્કીના નેતાઓ સમક્ષ કાશ્મીરમાં દખલની માગ કરી હતી. જોકે, શરીફના પ્રયાસોને ત્યારે આંચકો લાગ્યો હતો જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને પોતાના ભાષણમાં કાશ્મીરનો કોઇ ઉલ્લેખ નહતો કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -