PICS: આ છે પાક.ના PM શરીફની દિકરી મરિયમ નવાઝ, રાજકારણમાં છે સક્રિય
મરિયમ રાજકારણી કેપ્ટન સફદર સાથે કથિત રિલેશનશીપમાં હતી. અહેવાલો મુજબ તે બંનેના સંબંધો બહાર આવતા તેમણે લગ્ન કરી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: પાકિસ્તાને કશ્મીરના ઉરીમાં કરેલા હુમલાની ચર્ચા આખા દેશમાં છે, ત્યારે પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ યુનાઈટેડ નેશન્સમાં પોતાની સ્પિચને લીધે સમાચારોમાં છે. પણ આ બધાથી વધુ નવાઝ શરીફની દિકરી વિવાદોમાં છે. તેણે પોતાના એક ટ્વિટમાં બુરહાન વાનીને શહીદ કહેતા આ વિવાદ થયો છે.
નવાઝ શરીફે પણ પોતાની સ્પિચમાં વાનીના વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભારતીય સેનાએ બુરહાન વાની નામના હિજબુલના કમાંડરને શ્રીનગરમાં એન્કાઉંટરમાં ઠાર માર્યો હતો.
મરિયમ નવાઝ શરીફ 1997થી શરીફ ટ્રસ્ટની ચેરપર્સન છે. એપ્રિલ 2016માં ભાઈઓ હસન શરીફ અને હુસૈન શરીફ સાથે મરિયમનું નામ સંપત્તિ છુપાવવાના આરોપમાં પાનમા પેપર્સમાં આવ્યું હતું.
મરિયમનું ગ્રેજ્યુએશન કોન્વેન્ટ જિસસ અને મેરી સ્કૂલમાંથી કર્યું હતું. અને અંગ્રેજીમાં માસ્ટર્સ ડિગ્રી પંજાબ યુનિવર્સિટીમાંથી લીધી છે.
2011થી તે સક્રિય રાજકારણમાં છે. સાથે જ કેટલીક ઈસ્લામિક સંસ્થાઓ સાથે જોડાઈને કામ કરે છે. તેની ઉંમર 42 વર્ષ છે.
નવાઝ શરીફની દિકરી મરિયમ નવાઝનો જન્મ લાહોર, પંજાબમાં નવાઝ શરીફ અને કલસોમ નવાઝને ઘરે થયો હતો.
પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે વાનીના વખાણ કર્યા જ્યારે તેમની દિકરી મરિયમ નવાઝે વાનીને શહીદ ગણાવ્યો હતો.
મરિયમ નવાઝના સ્કેંડલનો વિડીયો સોશિયલ મીડિયા પર ચગ્યો હતો. જો કે તણે સ્પષ્ટતા કરી હતી કે તેને બદનામ કરવા માટેનું આ કાવતરું છે.
મરિયમે પિતા નવાઝ શરીફની યુએન સ્પિચ બાદ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેણે આતંકી બુરહાન વાનીને શહીદ કહ્યો હતો. અહીં જાણો મરિયમ નવાઝ વિષેની ખાસ વાતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -