EUની પાકને લપડાકઃ બલુચિસ્તાનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન નહિ રોકે તો લગાવાશે પ્રતિબંધ!
યુએનમાં માર ખાધા બાદ પાકિસ્તાન અકડાઈ ગયું છે. બલોચ નેતા બ્રહ્મદાગ બુકતીએ ભારતમાં આસરો આપવાને મુદ્દે પાકિસ્તાન ભડક્યું છે. બ્રહ્મદાગ બુગતીએ ભારત પાસે આસરો માગ્યો છે જ્યારે પાકિસ્તાને તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં રાખ્યા છે. એવામાં બુગતીને ભારતમાં આશ્રય આપવાના મુદ્દે પાકિસ્તાને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુરોપિયન યુનિયનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બલોચ નેતા બ્રહ્મદાગ બુગતી અને તારેક ફતેહે યુરોપિયન સંસદના ઉપપ્રમુખ રેજાર્ડ જારનેકી સાથે સ્વિટ્ઝરલેન્ડમાં મુલાકાત કરી. જારનેકી અનુસાર આ પાકિસ્તાનનો આંતરિક મામલો નથી. અમારા પાકિસ્તાનની સાથે વિવિધ મુદ્દે સમજૂતીઓ છે. જો પાકિસ્તાને પોતાની નીતિમાં ફેરફાર ન કર્યો તો બલુચિસ્તાનને લઈને અમે પાકિસ્તાન પર આર્થિક અને રાજકીય પ્રતિબંધ પણ લગાવી શકીએ છીએ.
નવી દિલ્હીઃ બલુચિસ્તાન મુદ્દે પાકિસ્તાન ભારે સંકટમાં મુકાઈ ગયું છે. યુરોપીયન યુનિયન દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, જો પાકિસ્તાને યોરુપિયન દેશો સાથે સમજૂતી કરવી છે તો બલુચિસ્તાનને લઈને પોતાની નીતિમાં ફેરફાર કરવો પડસે. યુરોપિયન યુનિયનનું કહેવું છે કે, બલુચિસ્તાનમાં જં કંઈ પણ થઈ રહ્યં છે તેને પાકિસ્તાનનો આંતરિક મામલો ન ગણીય શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -