માઇનસ ડિગ્રી ઠંડીમાં પેન્ટ પહેર્યા વિના ઘરની બહાર નીકળી પડી યુવતીઓ, જાણો કેમ
લંડનમાં 400થી વધુ લોકોએ રવિવારે આ દિવસ મનાવ્યો હતો. આ દિવસે શહેરનું તાપમાન 3 ડિગ્રી પર પહોંચી ગયું હતું.
આ ઇવેન્ટની શરૂઆત લોકોને હસાવવા માટે થઇ હતી. ઇપ્રોવ એવરીહવેર નામના પ્રૈક કલેક્ટિવે આનું આયોજન કર્યું હતું. તેનું કહેવું હતું કે, અજાણ્યા લોકો મેટ્રો સ્ટેશન પર કોઇ ટ્રેનમાં પેન્ટ વિના મુસાફરી કરે છે જે ખૂબ હાસ્યાપદ રહે છે.
દર વર્ષે યોજાના આ ડેની શરૂઆત ન્યૂયોર્કમાં 17 વર્ષ અગાઉ થઇ હતી. જોકે, અત્યાર સુધીમાં 60થી વધુ શહેરોમાં આ પ્રકારનો દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે યુવક-યુવતીઓ પેન્ટ વિના મેટ્રોની સફર કરે છે.
ન્યૂયોર્કઃ યુરોપ અને અમેરિકાના અનેક શહેરોમાં નો પેન્ટ્સ સબવે રાઇડ ડે ઉજવવામાં આવ્યો હતો. અમેરિકામાં માઇનસ ડિગ્રી જેટલા તાપમાનમાં પણ અનેક શહેરોમાં લોકોએ પેન્ટ વિના મેટ્રોની મુસાફરી કરી હતી. લંડનમાં પણ 3 ડિગ્રી તાપમાનમાં 400થી વધુ લોકોએ પેન્ટ્સ વિના મુસાફરીનો આનંદ માણ્યો હતો.
ઇવેન્ટમાં ભાગ લેનારા લોકોનું વર્તન એવું હોય છે જાણે તેઓ એકબીજાને ઓળખતા નથી.
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, 25 દેશોના 60 શહેરોમાં હજારો લોકોએ નો પેન્ટ્સ સબવે રાઇડમાં સામેલ થયા હતા.