થાઇલેન્ડમાં પુરુષોના ગુપ્તાંગને ગોરું કરવાનું નવું ચલણ, બેંગકોકમાં છે ક્લિનિક
5 સેશનમાં કરવામાં આવતી આ ટ્રીટમેન્ટ માટે $650 (આશરે 41,470 રૂપિયા) ખર્ચ થાય છે. લીલક્સ હોસ્પિટલ વિવાદીત ટ્રીટમેન્ટને લઇ સમાચારમાં આવી હોય તેવું પ્રથમ વખત નથી બન્યું.
આ ક્લિનિકના ગ્રાહકોની મોટી સંખ્યા થાઇલેન્ડના એલજીબીટીક્યુ સમુદાયના લોકો ટ્રીટમેન્ટ માટે આવતા હોવાનું કહેવાય છે.
ગત વર્ષે એક વાઇરલ ફેસબુક પોસ્ટ મુજબ ક્લિનિકે 3D વજાઈના લોન્ચ કરી હતી. જેની કિંમત $1,500 (આશરે 95,000 રૂપિયા) હતી.
હોસ્પિટલમાં ત્વચા અને લેઝર વિભાગના હેડ બુનિથીતાએ કહ્યું, હાલના દિવસોમાં અનેક લોકો ટ્રીટમેન્ટ અંગે પૂછી રહ્યા છે. શરીરનો આ ભાગ સંવેદનશીલ હોવાથી અમારે સાવધન રહેવું પડશે.
ગુરુવારે હોસ્પિટલ વતી ટ્રિટમેન્ટ આવેલા એક પેશન્ટની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી. જે બાદ આ ‘કોન્ટ્રોવર્સિયલ ટેકનિક’ ચર્ચાનો વિષય બની છે. થાઇલેન્ડની ટીવી અને સોશિયલ મીડિયા પર આ હલચલનું કારણ બની છે.
બ્રિટનના અખબાર ધ ઈન્ડિપેન્ડેટ મુજબ આ ક્લિનિક દર મહિને સોથી વધારે પુરુષ ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. ટ્રિટમેન્ટ કરાવવા આવતાં ગ્રાહકોની ઉંમર 22થી 25 વર્ષ વચ્ચે છે.
થાઈલેન્ડના બેંગકોકમાં એક ક્લિનિક દ્વારા પુરુષોના ગુપ્તાંગ ગોરા કરવામાં આવી રહ્યા છે. લેઝર ટ્રીટમેન્ટના માધ્યમથી આ પ્રોસેસ થાય છે. લીલ્કસ હોસ્પિટલ પહેલાંથી જ શરીરના પરંપરાગત ભાગમાં ત્વચાને ગોરી કરવા માટે લોકોમાં જાણીતી છે, પરંતુ હવે ક્લિનિક પુરુષ ગુપ્તાંગોને ગોરા કરવાનું કામ બખૂબી કરી રહ્યું છે.