Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
PNB સાથે UKમાં 271 કરોડ રૂપિયાની છેતરપિંડી, વસૂલાત માટે કર્યો કેસ
પીએનબીએ કહ્યું કે, 2011થી 2014 દરમિયાન આ રકમની ચુકવણી ડોલર્સમાં અમેરિકાની રજિસ્ટર્ડ કંપનીઓને કરવામાં આવી હતી. આ ચારેય કંપનીઓ અક્ષય ઊર્જા ક્ષેત્રમાં કામ કરે છે. જેમના નામ સાઉથ ઈસ્ટર્ન પેટ્રોલિયમ એલએલસી, પેપ્સો બીમ યુએસએ, ત્રિશે વિન્ડ અને ત્રિશે રિસોર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ બેંક સાથે આવી વધુ એક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પંજાબ નેશનલ બેંકની યુકેની સહાયક કંપનીએ પાંચ ભારતીય, એક અમેરિકન અને ત્રણ અન્ય કંપનીઓ પર કેસ કર્યો છે. આ લોકોએ બેંકને ગેરમાર્ગે દોરીને કરોડો રૂપિયાની લોન લીધી હોવાનો બેંકનો દાવો છે. આ લોકોની બેંક પર કુલ લેણદારી આશરે 271 કરોડ રૂપિયા (3.7 કરોડ યુએસ ડોલર) છે. જેને પરત મેળવવા બેંકે કોર્ટ કેસ કર્યો છે.
હાઇકોર્ટમાં દાખલ કેસમાં બેંકે કહ્યું છે કે, પીએનબી ઈન્ટરનેશનલ લિમિટેડની યુકેમાં કુલ સાત શાખા છે. તેની મુખ્ય કંપની પીએનબી છે. વિવિધ વ્યક્તિ અને કંપનીઓ દ્વારા લોન લેવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. લોન ઓઇલ રિફાઇનિંગ યુનિટ લગાવવા અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સ વિકસિત કરવા તથા તેને વેચવા માટે લેવામાં આવી હતી. લોન લેવા ખોટી બેલેન્સ શીટ રજૂ કરવામાં આવી. ઉપરાંત પ્રોજેક્ટ્સની સ્થિતિ અંગે પણ ખોટા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જે હેતુ માટે લોન લેવામાં આવી હતી તેમાં શરૂઆતથી જ ગોટાળો થયો હતો.
પેપ્સો બીમના ચેન્નઈ તથા વર્જિનિયામાં યુનિટ છે. બેંક તરફથી ચેન્નઇમાં રહેતા પેપ્સો બીમના ડિરેક્ટર તથા તેમના ભાઈ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉપરાંત યુએસ સબસિડરીના સીઈઓ લ્યૂક સ્ટેનગલ પર પણ કેસ કરવામાં આવ્યો છે. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -