પૂર્વ PM નવાઝ શરીફની કબૂલાત- મુંબઈ પર હુમલો પાકિસ્તાનના આતંકીઓએ કર્યો હતો
ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા નવાઝ શરીફે 10 વર્ષ બાદ આ સ્વીકાર કર્યું છે કે 2008માં મુંબઈ હુમલાની પાછળ પાકિસ્તાનનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 164 લોકોના મોત નિપજ્યા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા.
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફે મોટો ખુલાસો કર્યો છે. તેણે મીડિયા સામે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રીય છે. તેમણે કહ્યું કે 2008માં થયેલા હુમલામાં પણ પાકિસ્તાની આતંકીઓનો હાથ હતો. તેમણે આ ખુલાસો પાકિસ્તાનના વડાપ્રધાન પદ પરથી હટાવાયા બાદ 9 મહિના બાદ કર્યો છે.
નવાઝ શરીફે ‘ધ ડોન’ને આપેલા ઈન્ટરવ્યૂમાં સવાલ ઉઠાવતા કહ્યું કે શું આપણે આંતકીઓને સહરદ પાર કરવા દઈએ અને મુંબઈમાં 150 લોકોને મારવા દઈએ. 10 વર્ષ બાદ થયેલા આ ખુલાસાએ એકવાર ફરી પાકિસ્તાન પર સવાલ ઊભા કરી દીધા છે. જણાવી દઈએ કે પાકિસ્તાન આ વાતને લઈને હંમેશા ઈનકાર કરતું રહ્યું છે કે 2008ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો.