પાકિસ્તાને આતંકીઓના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો, હાફિઝ સઈદ અને લશ્કરના ખાતા પર કોઈ કાર્યવાહી નહી
પાકિસ્તાનના વિદેશ બાબતોના સલાહકાર સરતા અઝીઝે 27 સપ્ટેમ્બરે કહ્યું કે, જો ભારત 56 વર્ષ જૂની સિંધુ જળ સમજૂતી રદ્દ કરશે તો પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરશે. સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે સમજૂતી રદ્દ થઈ તો યુદ્ધ કરવા માટે તૈયાર રહો. પાક પ્રધાનમંત્રી નવાઝ શરીફના વિદેશ મામલાના સલાહકાર અઝીઝે આ મુદ્દે નેશનલ એસેમ્બલીમાં કહ્યું, આંતરરાષ્ટ્રીય કાયદા જણાવે છે કે ભારત એકતરફી નિર્ણય લઈને આ સમજૂતીથી ખુદને અલગ ન કરી શકે. તેમણે કહ્યું, સમજૂતી રદ્દ કરવાની કાર્યવાહી બન્ને દેશોની વચ્ચે યૂદ્ધની કાર્યવાહી તરીકે જોવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉરી હુમલાને લઈને ભારત તરફતી 27 સપ્ટેમ્બરે પાકિસ્તાનના એમ્બેસેડરને હાજર થવા કહેવામાં આવ્યું છે. આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે, વિદેશ મંત્રાલયે અબ્દુલ બાસિતને હાજર થવા કહ્યું અને તેમને ઉરી હુમલા સાથે જોડાયેલ પૂરાવા પણ આપ્યા. વિકાસ સ્વરૂપે બન્ને ગાઈડ્સ વિશે પણ જણાવ્યું જેમણે હુમલાખોરોને ભારતમાં ઘુસવામાં મદદ કરી હતી.
પાકિસ્તાને દેશમાં આતંકવાદીને નાણાંકીય મદદ રોકવા માટે આતંકવાદી સંગઠનોના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાના આદેશ આ્યા છે. પાકિસ્તાનની કેન્દ્રીય બેંકે તમામ બેંકોને કહ્યું છે કે, તે એન્ટી ટેરરિઝમ એક્ટ (ATA), 1997ના ચોથા અનુચ્છેમાં સામેલ 2021 વ્યક્તિઓ સાથે જોડાયેલ ખાતા ફ્રીઝ કરી દે. આ ખાતામાં કરોડો રૂપિયા જમા છે. પાકિસ્તાની સમાચારપત્ર ડોનમાં પ્રકાશિત અહેવાલ અનુસાર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને ટાંકીને લખવામાં આવ્યું છે કે, તમામ બેંકો, વિકાસ નાણાંકીય સંસ્થાઓ અને માઈક્રોફાઈનાન્સ બેંકોને કહેવામાં આવ્યું છે કે, કાયદા અનુસાર એવી વ્યક્તિઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેના નામ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટી (NACTA) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ ચોથા અનુચ્છેદની યાદીમાં સામેલ છે. પરંતુ આયાદીમાં જમાત-ઉદ-દાવા અથવા લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદના બેંક ખાતા સામેલ નથી. આ આદેશથી કાશ્મીરના ભાગલાવાદી અને આતંકી સંગઠનોને સંપૂર્ણ રીતે બહાર રાખવામાં આવ્યાછે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -