✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

USની ધમકીથી પાકિસ્તાન રઘવાયુ થયું, અમેરિકાની અપાતી મિલિટ્રી-ઇન્ટેલિજન્સ મદદ રોકી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2018 12:02 PM (IST)
1

ઇસ્લામાબાદઃ અમેરિકાની ધમકી બાદ રઘવાયેલા પાકિસ્તાને એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને અમેરિકાને આપવામાં આવતી દરેક પ્રકારની મિલિટ્રી અને ગુપ્તચર મદદ રોકવાની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી લગભગ 7 હજાર કરોડ રૂપિયાની મિલિટ્રી મદદ રોક્યાના 7 દિવસ બાદ પાકિસ્તાને તેની ભાષામાં અમેરિકાને જવાબ આપવાનું શરૂ કર્યુ છે.

2

આ પહેલા મંગળવારે અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી CIAના ચીફ માઇક પોમ્પિયોએ પાકિસ્તાનને સ્પષ્ટ વોર્નિંગ આપી. પોમ્પિયોએ કહ્યું કે, પ્રેસિડન્ટ ટ્રમ્પ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, પાકિસ્તાનમાં આતંકવાદી આશ્રયસ્થાનોની કિંમત સહન કરવામાં નહીં આવે. અમે સ્પષ્ટતા કરી દેવા ઇચ્છીએ છીએ કે, પાકિસ્તાન આતંકવાદ પર હવે ફૂલ સ્ટોપ લગાવી દે. જો આવું નહીં થાય અમે અમેરિકાને અમારી રીતે સુરક્ષિત રાખીશું.

3

દસ્તગીરે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદ સામે લડવા માટે ઘણી કુરબાનીઓ આપી છે. અમેરિકાએ તેને ધ્યાનમાં નથી લીધી. ખાને કહ્યું કે, હવે પાકિસ્તાન અમેરિકાને આપવામાં આવતી મિલિટરી અને ઇન્ટેલિજન્સ એડ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમેરિકા માટે અમે લેન્ડ અને એર પેસેજ યથાવત રાખીશું. આ વિશે કોઇ નિર્ણય ચોક્કસ જરૂરિયાત સમયે લેવામાં આવશે.

4

પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખુર્રમ દસ્તગીર ખાને મંગળવારે રાત્રે અમેરિકાને મદદ અટકાવવાનો નિર્ણય કર્યો. નોંધનીય છે કે, અમેરિકાએ 2 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનને આપવામાં આવતી 7 હજાર કરોડ રૂપિયાની મિલિટરી એડ રોકવાનો નિર્ણય કર્યો હતો.

5

જોક, પાકિસ્તાને હજુ અમેરિકાને લેન્ડ અને એર એક્સેસ રોકવા પર કોઇ એક્શન કે નિર્ણય લીધો નથી. આ એટલા માટે ખાસ છે કે, આફગાનિસ્તાનમાં રહેલી અમેરિકન ટ્રૂપ્સને માલ-સામાન જમીન અને આકાશ દ્વારા જ પહોંચાડવામાં આવે છે. પાકિસ્તાન તરફથી પહેલી ધમકી આ જ બે રસ્તાંને બંધ કરવાની આપવામાં આવી હતી. બીજીબાજુ અમેરિકાએ કહ્યું કે તેમને પાકિસ્તાને આવા કોઇ ડિસીઝન વિશે માહિતી આપી નથી.

  • હોમ
  • દુનિયા
  • USની ધમકીથી પાકિસ્તાન રઘવાયુ થયું, અમેરિકાની અપાતી મિલિટ્રી-ઇન્ટેલિજન્સ મદદ રોકી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.