પાકિસ્તાનની ચૂંટણીમાં આતંકવાદી સરદાર હફીઝ સઈદની પાર્ટી સાવ ધોવાઈ ગઈ, જાણો વિગત
વલણ જોતા એવું કહી શકાય કે પાકિસ્તાનની જનતાએ આતંકવાદી વિચારધારાને સંપૂર્ણ રીતે નકારી દીધી છે. આ જ કારણે હાફિઝ સઈને પણ મોટો ઝાટકો લાગ્યો છે જે ચૂંટણી દ્વારા પાકિસ્તાન પર રાજ કરવા માગતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કા હાફિઝ સઈદે પાકિસ્તાનની 265 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. વલણમાં એક પણ સીટ પર હાફિઝ સઈદનો ઉમેદવાર આગળ ચાલતો હોય તેવું નથી દેખાતું. હાફિઝે અલ્લાહ-ઓ-અકબર (એએટી) દ્વારા પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
સ્થિતિ એ છે કે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો એક પણ ઉમેદવાર જીતી નથી રહ્યો. ત્યાં સુધી કે હાફિઝ સઈદનો દીકરો હાફિઝ તલ્હા અને જમાઈ ખાલિદ વલીદ પણ હારી રહ્યા છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આગામી પ્રધાનમંત્રી કોણ હશે તે ટૂંક સમયમાં ખબર પડી જશે. બુધવારે થયેલ ચૂંટણી બાદથી જ મતગણતરી ચાલુ છે અને વલણમા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી બનીને ઉભીર રહી છે. સાથે જ આ ચૂંટણીમાં પાકિસ્તાનના લોકોએ આતંકવાદને નકારી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -