પાકિસ્તાનમાં ઇમરાન ખાનને શિવ તરીકે દર્શાવાયો, જાણો પછી શું થયું
આ તસવીરનો ન માત્ર પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ પાકિસ્તાની સંસદમાં પણ તેને લઇ જોરદાર હંગામો થયો છે. પાકિસ્તાની સંસદે મામલાની તપાસ એજન્સીને સોંપી હોવાનું કહેવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહેરસભાને સંબોધતો ઇમરાન ખાન.
આ પહેલા સંસદમાં પીપીપીના સભ્યોએ નવાજ શરીફની પાર્ટી મુસ્લિમ લીગનું કામ હોવાનો આરોપ લગાવ્યો હતો. મામલાને ગંભીરતાથી લેતા સંસદ અધ્યક્ષે તપાસ રિપોર્ટ જલદી સોંપવાનું કહ્યું છે.
પેશાવરમાં રહેતા કેદારનાથ નામના હિન્દુએ ઇમરાન ખાનના ફોટા સાથે ટ્વિટ કર્યું કે, જો અમે પાકિસ્તાનમાં સમાન નાગરિક છીએ તો આ શું છે ? ઇસ્લામમાં આવું નથી. અમે તેની સામે પગલાંની માંગ કરીએ છીએ. અમે પાકિસ્તાની છીએ પરંતુ સૌથી પહેલા અમે હિન્દુ છીએ. આ ફેસબુક પેજ સામે પણ પગલા લેવાવા જોઈએ.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને તહરીક એ ઇંસાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનને હિન્દુ દેવતાના રૂપમાં દર્શાવવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનની ભગવાન શિવના રૂપમાં તસવીર વાયરલ થયા બાદ હંગામો શરૂ થયો હતો.
જે ફેસબુક પેજ પર આ તસવીર શેર કરવામાં આવી છે તે પેજ નવાજ શરીફની પાર્ટીનું સમર્થન કરે છે. આ તસવીર 8 એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પહેલા ઇમરાન ખાન ત્રીજી વખત કરેલા લગ્નને લઇ ચર્ચામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -