મોદી વાતો કરતા રહ્યા એ ઈમરાન ખાને કરી બતાવ્યું, જાણો ખર્ચ ઘટાડવા માટે લીધો કેવો આકરો નિર્ણય ?
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ ફર્સ્ટ ક્લાસની એર ટિકિટ આપતી નથી. વિદેશી વિમાન કંપનીઓમાં ફર્સ્ટ ક્લાસનું ભાડું બિઝનેસ અને ક્લબ ક્લાસ કરતા અનેકગણું વધારે હોય છે. જેના કારણે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
ઇસ્લામાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે ભારતમાંથી વીવીઆઈપી કલ્ચર ખતમ કરવાની વાત કરી હતી પરંતુ તેઓ માત્ર લાલબત્તી જ હટાવી શક્યા જ્યારે પાકિસ્તાના નવા વડાપ્રધાન બનેલા ઇમરાન ખાને વીઆઈપી કલ્ચર ખતમ કરી દીધું છે. પાકિસ્તાનની નવી સરકારે ખર્ચ ઘટાડવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત ટોચના અધિકારીઓ તથા નેતાઓને સરકારી ભંડોળમાંથી નાણા ખર્ચવા અને ફર્સ્ટક્લાસ હવાઈ પ્રવાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.
કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન, પ્રધાનો અને સાંસદોને વિશેષાધિકાર હેઠળ મળતું ભંડોળ પણ બંધ કરી દેવાયું છે. ચૌધરીએ દાવો કર્યો હતો કે આ પ્રકારના ફંડના કારણે નવાઝ શરીફે સરકારી તિજોરીમાંથી 51 અબજ રૂપિયા વાપરી કાઢ્યા છે. રાષ્ટ્રપ્રમુખ મમનુન હુસેને 9 કરોડ રૂપિયાનો સરકારી ખર્ચ કર્યો હતો.
ચૌધીરી કહ્યું કે, વડાપ્રધાન પણ વિશેષ વિમાનના સ્થાને બિઝનેસ ક્લાસમાં જ વિદેશમાં પ્રવાસ કરશે. લશ્કરી વડાને પહેલેથી જ ફર્સ્ટ ક્લાસની એર ટિકિટ મળતી નથી. તેઓ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરે છે. ચૌધરીના દાવો ક્યો છે કે, મુજબ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે એક વર્ષમાં 51 અબજ રૂપિયાનું ફાલતું ખર્ચ કર્યો હતો.
પાકિસ્તાનના ઇન્ફોર્મેશન મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે આ નિર્ણયને કારણે મુખ્ય ન્યાયમૂર્તિ, સેનેટ ચેરમેન, નેશનલ એસેમ્બ્લી સ્પીકર તથા મુખ્યમંત્રીઓ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં ફર્સ્ટક્લાસમાં મુસાફરી કરી શકશે નહીં. તેઓ બિઝનેસ કે ક્લબ ક્લાસમાં જ મુસાફરી કરી શકશે.
વડાપ્રધાને વિદેશી કે ઘરેલૂ યાત્રા માટે પણ વિશેષ વિમાનો અને બિઝનેસ ક્લાસમાં યાત્રા કરવા પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન ઇમરાન ખાને આલિશાન પીએમ હાઉસમાં રહેવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે નાના ઘરમાં રહેવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેઓ માત્ર બે વાહન અને બે સેવકોની જ સેવા લેશે.