મોદીના ભાષણ પર PAKનો પ્રહાર- આ કાશ્મીરથી ધ્યાન ભટકાવવા અને અમને બદનામ કરવાનો પ્રયત્ન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહી કરીને કહ્યું કે, ભારત કાશ્મીરના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં નથી આવતા. નિવેદન અનુસાર જુલાઈમાં કાશ્મીરી યુવા નેતા બુહરાન વાણીની હત્યા બાદ જ્યારે ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો તો અત્યાચાર વધી ગયો. વિતેલા 75 દિવસમાં કાશ્મીરમાં અંદાજે 100 લોકો શહીદ થયા, કેટલાક પોતાની આંખ ગુમાવી તો હજારો લોકો ઘાયલ પણ થયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇસ્લામાબાદઃ ઉરી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે પાકિસ્તાને કહ્યું કે, ભારત વિશ્વનું ધ્યાન કાશ્મીરથી હટાવવા અને તેને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનની પ્રતિક્રિયા મોદીના શનિવારના કેરલના કોઝિકોડમાં આપવામાં આવેલ ભાષણ બાદ આવી છે. ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, દેશ 18 જવાનોની શહીદી બેકાર નહીં જાય. રવિવારે પણ મન કી બાદમાં પણ મોદીએ કહ્યું કે ઉરીના દોષિતોને છોડવામાં નહીં આવે.
આ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, દુર્ભાગ્ય છે કે, આટલા બધા અત્યાચાર બાદ પણ ભારતીય નેતા પાકિસ્તાનને બદનામ કરવાનો અને કાશ્મીરથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમને ખેદ છે કે આ બધુ ટોપ લેવલે થઈ રહ્યું છે. નિવેદન અનુસાર દુનિયાના ઘણાં દેશ કાશ્મીરમાં થઈ રહેલ માનવાધિકારના ઉલ્લંઘન પર નજર રાખી રહ્યા છે. અમારી માગ છે કે કાશ્મીરમાં સ્વતંત્ર તપાસ ટીમ અને ફેક્ટ ફાઇન્ડિંગ મિશન મોકલવામાં આવે.
પાકિસ્તાને ભારત પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડિયન નેવીના સર્વિંગ ઓફિસર કુલભૂષણ યાદવની ધરપકડથી સ્પષ્ટ થાય છે કે ભારત અમારા દેશમાં આતંકવાદી ફેલાવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -