પાકિસ્તાને આતંકવાદી બુહરાન વાનીના નામની પોસ્ટલ ટિકિટ બહાર પાડી,
એટલું જ નહીં, પાકિસ્તાને તમામ હદો પાર કરતાં આતંકવાદીની તસવીરની નીચે કેપ્શન લખીને તેમને પીડિત અને શહીદ ગણાવ્યા છે. આ પોસ્ટલ ટિકિટમાં લખ્યું છે, ‘કેમિકલ હથિયારોનો ઉપયોગ, પેલેટ ગનનો ઉપયોગ, સામૂહિક કબ્ર અને બુરહાન વાની ફ્રીડમ આઈખોન (1994-2016)’. કાશ્મીરમાં આતંકવાદી પોસ્ટર બોય બનેલ બુરહાન વાનીને સુરક્ષા દળોએ 8 જુલાઈ, 2016માં અનંતનાગમાં એક અથડામણમાં ઠાર માર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર આ પોસ્ટ ટિકિટો કરાચીથી જારી કરવામાં આવી છે. કરાચીમાં પાકિસ્તાનનું પોસ્ટ વિભાગનું મુખ્યાલય છે. પાકિસ્તાને કાશ્મીરીઓની જંગમાં ખુદને સાથે બતાવવા માટે આમ કર્યું છે. તેના દ્વારા સરકારે કાશ્મીરના લોકોની સમસ્યાને સ્થાનીક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ભલે શાંતિ વાર્તા શરૂ કરવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો હોય, પરંતુ પાકિસ્તાનના પોસ્ટલ વિભાગે પોતાની હરકથી ભારતને ઉશ્કેરવાનું કામ કર્યું છે. પાકિસ્તાન પોસ્ટ વિભાગે 20 પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે, જેમાં જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલ આતંકવાદીની તસવીર છે. ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ છે, તેમને કાશ્મીરમાં ‘ભારતીય સૈનિકો દ્વારા પીડિત’ ગણાવવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -