માત્ર 5 મિનિટમાં 462 કરોડમાં વેચાઈ ગયો આ હીરો, જાણો શું છે ખાસ

તાઈ ફૂક કંપનીએ આ હીરાને બ્રાન્ડની 88મી એનિવર્સરી અને પોતાના સ્થાપક ડેડિકેટ કર્યો. આ હીરાના વેચાણ પહેલા સૌથી મોટી હરાજીનો રેકોર્ડ ઓપનહાઈમર બ્લૂ ડામંડના નામે હતો, જેની હરાજી વિતેલા વર્ષે મેમાં 5 કરોડ ડોલરમાં થઈ હતી.
જણાવીએ કે, 2003માં આ હીરાને જિનેવાના સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમમાં સૌથી પહેલા લોકો સામે લાવવામાં આવ્યો હતો.
આ હીરાને ઘડવામાં અંદાજે બે વર્ષનો સમય લાગ્યો હતો.
જણાવીએ કે ઈંડા આકારના આ હીરો અત્યાર સુધીનો સૌથી મોટો પોલિશ હીરો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં આ હીરાની 9.3 કરોડ ડોલરમાં બોલી લાગી હતી. જોકે બાદમાં ખરીદદાર રકમ જમા ન કરાવી શક્યો. તેના કારણે આ ડીલ રદ થઈ હતી.
સોથેબેની એશિયા પ્રેસિડન્ટ પૈટ્ટી વાંગે કહ્યું કે, 59.6 કેરેટના આ હીરાને હોંગકોંગના એક જ્વેલર ચો તાઈ ફૂકે ખરીદ્યો છે. આ ઈતિહાસમાં વેચાયેલ અત્યાર સુધીનો સૌથી મોંઘો હીરો છે.
વિશ્વના સૌથી દુર્લભ હીરામાંથી એક પિંક સ્ટાર 7.12 કરોડ ડોલર (462 કરોડ)ની રેકોર્ડ કિંમત પર વેચાયો. તેની હરાજી હોંગકોંગની સાથે સોથબે ઓક્શનહાઉસમાં થઈ, જેને પાંચ મિનિટમાં જ ખરીદી લેવામાં આવ્યો.