અમેરિકા બાદ હવે બ્રિટેન જવાનું થશે અઘરું અને પડશે મોંઘુ, આ સપ્તાહથી વધી જશે વીઝા ફી
ટિયર-2 (જનરલ) વર્કર માટે યૂકે બેસ્ડ સ્પોન્સર મિનિમમ સેલેરી પણ વધારીને 25,000 પાઉન્ડથી 30,000 પાઉન્ડ કરવામાં આવી છે. ટિયર-2(આઈસીટી) શોર્ટ ટર્મ સ્ટાફ કેટેગરીને બંધ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા નિયમો અનુસાર ટિયર-2 વીઝા માટે અરજી કરનારા લોકોને હવે એ તમામ દેશોમાંથી ક્રિમિનલ રેકોર્ડ ચેક સર્ટિફિકેટ આપવું પડશે, જ્યાં તે વિતેલા 10 વર્ષોમાં 12 મહિનાથી વધારે રહ્યા હોય. ઉપરાંત ટિયર-2 ઇન્ટ્રા-કંપની ટ્રાન્સફર (આઈસીટી) વીઝા માટે પ્રતિ વ્યક્તિ દર વર્ષે 200 પાઉન્ડ સરચાર્જ આપવો પડશે.
ટિયર-2 ક્લાકના વીઝા, જેનો સૌથી વધારે ઉપયોગ ભારતીયો અને અન્ય યૂરોપિયન યૂનિયનથી સિવાયના દેશોના નાગરિકો દ્વારા કરવામાં આવે છે તે નિયમોમાં સૌથી વધારે ફેરફાર થશે. બ્રિટનમાં કંપનીઓને યૂરોપિયન યૂનિયનથી બહારના જેમ કેમ ભારતીય, કર્મચારીઓને નોકરી પર રાખવા માટે વધારાના 1000 પાઉન્ડ વાર્ષિક ઇમીગ્રેશન સ્કિલ ચાર્જ આપવો પડશે.
લંડનઃ બ્રિટનની સંસદ દ્વારા વિતેલા વર્ષે જાહેર કરવામાં આવેલ કડક અને મોંઘા વીઝા નિયમ ગુરુવારથી લાગુ થઈ જશે. આ નવા નિયમથી ભારતીય અને યૂરોપિયન યૂનિયન બહારના દેશોના નાગરિકો પર પ્રતિકૂળ અસર લાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -