દુનિયામાં સૌથી લાંબા પગ હોવાનો દાવો કરે છે આ યુવતી, જાણો કેટલા લાંબા છે પગ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૈટરીના 2008ના ઓલિંપિકમાં રશિયાની મહિલા બાસ્કેટબૉલ ટીમનું પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. કૈટરીના જ્યારે તેના મિત્રો સાથે ઊભી રહે છે ત્યારે તેના ખભા સુધી પણ તેના મિત્ર નથી આવતા. કૈટરીનાના પિતાની હાઈટ 6 ફૂટ 5 ઇંચ અને માતાની હાઈટ 6 ફૂટ 1 ઇંચ છે. કૈટરીના જન્મ વખતે નૉર્મલ બાળક કરતા વધારે મોટી હતી એવું તેમના પિતાનું કહેવુ છે.
તેમનું કહેવું છે કે, મારા લાંબા પગ મને મૉડલિંગની લાઈનમાં સફળ બનાવવા ખૂબ મદદ કરશે. કૈટરીના 16 વર્ષની હતી ત્યારે તેમની પાસે બે વિકલ્પ હતા બાસ્કેટબૉલ કે મૉડેલિંગ. જો કે તેની ઈચ્છા હતી કે તે મૉડેલ બને. હવે રમતમાંથી નિવૃત થયા બાદ તે ગ્લેમરની દુનિયામાં હાથ અજમાવા માંગે છે.
નવી દિલ્હી: રશિયાની 29 વર્ષીય એથલીટ કૈટરીના લીસીના પોતાના પગની લંબાઈના કારણે સતત ચર્ચામાં છે. કૈટરીનાની ઊંચાઈ 6 ફૂટ 9 ઇંચ છે અને તેને રશિયાની સૌથી લાંબી મહિલા તરીકે પણ જાહેર કરવામાં આવી છે. કૈટરીનાનો દાવો છે કે, તેના 52.4 ઇંચ લાંબા પગ દુનિયાના સૌથી લાંબા પગ છે. પરંતુ તે હવે દુનિયાની સૌથી લાંબી મૉડલનો રેકૉર્ડ પોતાના નામ પર કરવા માંગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -