આ દેશમાં પ્રથમ વખત સ્ટેડિયમમાં ફુટબોલ મેચ જોવા પહોંચી મહિલાઓ
આ પહેલા શુક્રવારે સઉદી અરબમાં વધુ એક પરિવર્તન થયું. જેદ્દાહમાં જ સંપૂર્ણ રીતે મહિલા ગ્રાહકો માટે સમર્પિત દેશનો પ્રથમ કાર શોરૂમ ખોલવામાં આવ્યો. ચાલુ વર્ષે જૂન મહિનાથી મહિલાઓને પ્રથમ વખત કાર ચલાવવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
આ દરમિયાન સોશિયલ મીડિયા પર જે હેશટેગ ચાલતું હતું એનો અર્થ હતો, લોકો સ્ટેડિયમમાં મહિલાઓના પ્રવેશનું સ્વાગત કરે છે.
જેદ્દાહ સ્ટેડિયમમાં મહિલા ફેન્સના સ્વાગત માટે મહિલા કર્મચારીઓ રાખવામાં આવી હતી. મહિલાઓએ જોર શોરથી પોતાની ટીમનું સમર્થન કર્યું. મહિલા પ્રશંસકો અને કર્મચારીઓએ પરંપરાગત પોષાક પહેર્યો હતો.
રૂઢિવાદી દેશ તરીકે જાણીતા સઉદી અરબે હાલમાં જ મહિલાઓ પર લગાવામાં આવેલ પ્રતિબંધમાં છૂટ આપી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં અનેક મહિલાઓને રિયાદ સ્પોર્ટ્સ સ્ટેડિયમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. આ એ તમામ સામાજિક સુધારાના પ્રયત્નોમાંથી એક છે, જે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ સલમાનની આગેવાનીમાં કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવીએ કે, શુક્રવારે જ સઉદીના સૂચના મંત્રાલયે કહ્યું હતું કે, મહિલાઓ જે ફુટબોલ મેચ પહેલી વખત સ્ટેડિયમમાં જોશે તે અલ-અહલી અને અલ બાતિનની વચ્ચે રમાશે. ત્યાર બાદ મહિલાઓ 13 જાન્યુઆરી અને ફરી 18 જાન્યુઆરીએ પણ સ્ટેડિયમમાં મેચ જોઈ શકશે. તેમાંથી પહેલો મેચ રિયાદ, બીજો જેદ્દા અને ત્રીજો દમ્મામાં રમવામાં આવશે.
રિયાદઃ સઉદી અરબમાં શુક્રવારે પ્રથમ વખત મહિલાઓ સ્ટેડિયમમાં ફુટબોલ મેચ જોવા પહોંચી હતી. આ દેશમાં આ પ્રથમ ઘટના છે જ્યારે મહિલાઓ માટે જેદ્દાહમાં સ્ટેડિયમના દરવાજા ખોલવામાં આવ્યા. તેના માટે સ્ટેડિયમમાં મહિલાઓ માટે ખાસ લાઈન બનાવવામાં આવી હતી. સાથે જ મહિલાઓ માટે અલગ રેસ્ટરૂમ અને એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા.