60 વર્ષમાં પેહલીવાર આ દેશમાં મહિલાઓ ખરીદી શકશે દારૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jan 2018 06:38 PM (IST)
1
જો કે શ્રીલંકામાં જૂના કાયદાને ક્યારેય સખ્તાઈથી લાગુ કરવામાં આવ્યો નથી પણ મહિલાઓએ આ બદલાવનો સ્વાગત કર્યો છે. શ્રીલંકામાં મહિલાઓ સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે દારૂ પિતી નથી.
2
નવા કાયદા મુજબ મહિલાઓ હવે રેસ્ટોરા અને બારમાં કામ કરી શકશે તથા દારૂ માટે સરકારની પરવાનગી નહીં લેવી પડે.
3
બુધવારે શ્રીલંકાના નાણામંત્રી મંગલા સમરવીરાએ આ કાયદામાં થયેલા બદલાવની જાહેરાત કરી હતી. સરકારે કહ્યું કે આ છૂટ માટે 1955ના એક કાયદામાં બદલાવ કરવામાં આવ્યો છે. સાથે સરકારે માન્યું કે આ કાયદાથી મહિલાઓ સાથે ભેદભાદ થતો હતો.
4
કોલંબો: શ્રીલંકામાં હવે મહિલાઓ પણ દારૂ કાયેદસર રીતે ખરીદી શકશે. આ છૂટ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને આપવામાં આવી છે. આવું 60 વર્ષમાં પ્રથમવાર થઈ રહ્યું છે.