દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ જેફની પત્નિ છે લેખિકા, જાણો કઈ રીતે બંને પડેલાં પ્રેમમાં?
જેફ પોતાની પત્નીની ખુબ પ્રસંશા કરે છે. તેઓ કહે છે કે 'મારી પત્ની રિસોર્સફૂલ, સ્માર્ટ, બુદ્ધિમાન અને હૉટ છે.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેફ બેઝૉસ કહે છે કે, તે દિવસનો અંત એ કામથી કરતા જેની મેકેન્ઝી બહુજ પ્રસંશા કરતી, અને આ કામ છે ઘરના વાસણ માંજવાનું. તેઓ કહે છે કે 'હું એ વાતથી એકદમ સહમત છું કે, જેટલો સમય કામ કરુ છુ તેમાંથી આ સૌથી સારુ છે.'
જેફની પત્ની મેકેન્ઝી લેખિકા છે. તે જ્યારે નૉવેલ લખે છે ત્યારે તે પોતાને ખુબ ધ્યાનથી સંભાળીને લખે છે, એક નાના એપાર્ટમેન્ટમાં સીમિત રાખે છે. તે બાળકોને સ્કૂલમાંથી લાવવાનો સમય ના થાય ત્યાં સુધી નૉવેલ લખે છે, તે પુરેપુરો સમય નૉવેલ લખવામાં આપતી હતી. અને ખાસ વાત નૉવેલ લખ્યા પછી તે સૌથી પહેલા જેફને વાંચવા માટે આપતી હતી. મેકેન્ઝી 48 વર્ષની છે અને તેમનો જન્મ સાન ફ્રાન્સિસ્કોમાં થયો હતો.
કહેવાય છે કે, અમેરિકાના સિએટલમાં એમેઝોનની સ્થાપના બાદ બન્નેએ ખુબ સંઘર્ષ કર્યો. 1999 સુધી બન્નેએ એક બેડરૂમ વાળા ભાડાના મકાનમાં સમય વિતાવ્યો. આજે તેમની પાસે અમેરિકાના પાંચ શહેરોમાં ઘર છે અને જેફ અમેરિકામાં 25 મો સૌથી મોટો જમીન માલિક છે.
જેફની એમેઝોનની સ્થાપનામાં મેકેન્ઝી અહીં કંપનીના શરૂઆતી કર્મચારીઓમાં સામેલ થઇ. ઘરની જવાબદારી ઉઠાવવાની સાથે સાથે તેને કંપનીમાં એકાઉન્ટટન્ટનું કામ સંભાળ્યું.
જેફના મગજમાં એમેઝોનની સ્થાપનાની વાત ઘણા સમયથી ચાલી રહી હતી. તેને સૌથી પહેલા મેકેન્ઝીને તેના વિશે જણાવ્યું કે મેકેન્ઝીએ જેફની વાતો અને કાબેલિયત પર પુરેપુરો વિશ્વાસ વ્યક્ત કર્યો અને 1994 માં બન્નેએ નોકરી છોડી દીધી અને એમેઝોનની સ્થાપના કરી.
આ બન્નેની પ્રેમ કહાનીમાં મેકેન્ઝીએ જ પ્રપૉઝ કરવા પગલુ ભર્યું અને જેફને લંચ માટે આમંત્રિત કર્યા હતા. બન્નેને એકબીજાનો સાથે એટલો ગમી ગયો કે બન્નેએ ત્રણ મહિનાની અંદર સગાઇ કરી લીધી અને છ મહિનાની અંદર લગ્નના બંધનમાં બંધાઇ ગયા.
નોકરીમાં તો સાથે હતા જ થોડાક દિવસો પછી બન્ને પાડોશી બની ગયા. ત્યારબાદ બન્નેનેની મિત્રતા ગાઢ થઇ. મેકેન્ઝીએ બોગને કહ્યું કે હું આખો દિવસ તેમનું હંસવું સાંભળતી હતી અને તે હંસવાનાને મને પ્રેમ થઇ ગયો.
90ના દાયકામાં જેફ અને મેકેન્ઝીની પહેલી મુલાકાત ઇવેન્ટમેન્ટ મેનેજિંગ કંપની DE Shawમાં થઇ. જેફ અહીં વાઇસ પ્રેસિડેન્ટ હતા અને મેકેન્ઝી રિસર્ચ એસોસિએટ હતી. જેફે જ મેકેન્ઝીનું પહેલું ઇન્ટરવ્યૂ લીધુ હતું. જેફે એકવાર કહ્યું હતું કે, તે ભાગ્યશાળી છે કે તેમની પત્નીને જોયા પહેલા તેનું રિઝ્યૂમ જોયું હતું.
નવી દિલ્હીઃ કેહવાય છે કે સક્સેસ વ્યક્તિની પાછળ એક મહિલા હોય છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝૉસ પણ આ મામલે અપવાદ નથી. તેમની પત્ની મેકેન્જી બેઝૉસે ડગલેને પગલે તેમનો સાથ આપ્યો છે. આજે જેફ જે મુકામ પર છે તેમાં તેમની પત્નીનો મોટો હાથ છે. અહીં બન્નેની દિલચસ્પ પ્રેમ કહાની બતાવવામાં આવી છે...
- - - - - - - - - Advertisement - - - - - - - - -