વિશ્વની હોટેસ્ટ મેથ્સ ટીચરના નામે વાયરલ થયેલા વીડિયો પાછળ શું છે હકીકત
નવી દિલ્લીઃ તાજેતરમાં જ ક્લાસરૂમમાં એક યુવતી ભણાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો જેની સુંદરતાને કારણે લોકોએ વિશ્વની સૌથી હોટ મેથ્સ ટીચર ગણાવી હતી. આ વીડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે વીડિયોમાં દેખાતી યુવતી બેલારૂસના મિન્સ્કમાં રહેતી એક મેથ્સ ટીચર છે અને તેનું નામ ઓસ્કાના નેવેસીલાયા છે. જોકે બ્રિટીશ ન્યૂઝવેબસાઇટે દાવો કર્યો હતો કે ઓક્સાના ટીચર નહીં પણ 17 વર્ષની સ્ટુડન્ટ છે અને તેનું મેથ્સ પણ સારુ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રિટીશ ન્યૂઝવેબસાઇટ મિરર યુકેએ એક અહેવાલમાં દાવો કર્યો હતો કે વીડિયોમાં દેખાતી યુવતી ઓસ્કાના નેવેસીલાયા નથી પણ તેના જેવી દેખાતી અન્ય કોઇ યુવતી છે. બેલારૂસના મિન્સ્કમાં રહેતી ઓસ્કાના વીડિયોમાં દેખાતી યુવતી જેવી દેખાતી હોવાથી લોકોએ તેને મેથ્સ ટીચર સમજી બેઠા હતા.
મિરર યુકેના કહેવા પ્રમાણે, વીડિયોમાં દેખાતી યુવતીની જાણકારી મળી શકી નથી. યૂટ્યૂબ પર વીડિયો વાઇરલ થયા પછી ઓસ્કાનાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 1.70 લાખ સુધી પહોંચી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તેની દરેક પોસ્ટને હજારો લાઇક અને કોમેન્ટ મળે છે.
ઓસ્કાના કહેવા પ્રમાણે, વીડિયો વાયરલ થયા બાદ લોકો મને ફેસબુકમાંથી સ્ક્રીન શોર્ટ અને લિન્ક્સ મોકલવા લાગ્યા હતા. મે અનેકવાર કહ્યુ કે વીડિયોમાં દેખાતી યુવતી હું નથી પરંતુ લોકોની કોમેન્ટ્સ ચાલુ રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -