અમેરિકાના જાણીતા અખબારે ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યા ચોર, જાણો શું છે મામલો
વોશિંગ્ટનઃ અમરિકાના ટોચના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચોર ગણાવ્યા હતા. અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે કર ચોરી દ્વારા તેના પિતા ફ્રેડ સી ટ્રમ્પની અબજો રૂપિયાની સંપત્તિ હાંસલ કરી હતી. ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન દાવો કર્યો હતો કે તેઓ ખુદના બળે અબજપતિ બન્યા છે અને લાંબા સમયથી કહી રહ્યા છે કે તેમના પિતા ફ્રેડ ટ્રમ્પથી કોઈ નાણાકીય મદદ મળી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવ્હાઇટ હાઉસે આ અખબાર પર નારાજગી વ્યક્ત કરી છે અને ન્યૂયોર્ક ટાઇમ્સને માફી માંગવાનું કહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા સારા સૈન્ડર્સ કહ્યું કે, ફ્રેડ ટ્રમ્પના અવસાનને 20 વર્ષ થઈ ગયા છે અને ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા ટ્રમ્પ પરિવાર સામે આવા ભ્રામક હુમલા કરવાની ઘટના ઘણી દુઃખદ છે
અહેવાલમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, ટ્રમ્પે તથા તેના ભાઈ-બહેનોએ પિતા તરફથી ગિફ્ટમાં મળેલી અબજો રૂપિયાની સંપત્તિ છુપાવવા માટે એક બોગસ કંપની પણ બનાવી હતી. ટ્રમ્પે માતા-પિતાની રિયલ એસ્ટેટની સંપત્તિની કિંમતના ઓછા મૂલ્યાંકનની રણનીતિ બનાવવામાં મદદ કરી હતી. આ સંપત્તિ જ્યારે તેને તથા તેમના ભાઈ-બહેનોને હસ્તાંતરિત કરવામાં આવી તો ઘણા હદ સુધી ટેક્સ ઘટી ગયો હતો.
અખબારે દાવો કર્યો છે કે, ટ્રમ્પ ફેમિલી વર્ષોથી ટેક્સ ચોરીમાં સંડોવાયેલું હતું. ડોનાલ્ડને તેના પિતાના રિયલ એસ્ટેટના બિઝનેસથી ઓછામાં ઓછા 41.3 કરોડ ડોલર મળ્યા છે. ટ્રમ્પના માતા-પિતાએ કર બચાવવામાં મદદ કરી હોવાથી તેમને આટલી રકમ મળી હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -