અમેરિકાના વિઝા અંગે ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, ભારતીયોને શું થશો ફાયદો, જાણો
તેનાથી ભેદભાવને સ્થાન નહીં રહે. નવી પોલિસીથી અકુશળ લોકોને આવતા રોકી શકાશે. આપણે બેકારીને સમાપ્ત કરીશું. પગાર વધારીશું. અબજો ડોલરની બચત કરીશું અને પોતાના લોકોને વધારે સુરક્ષિત બનાવીશું.
ટ્રમ્પે મંગળવારે પહેલીવાર સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું. તેમણે ઇમિગ્રેશન, રેફ્યુજી, આઈએસથી માંડી મેક્સિકોની સરહદે બની રહેલી દીવાલ પર ચર્ચા કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે મેરિટ આધારિત નવી ઇમિગ્રેશન પોલિસી લાગુ કરીશું.
ટ્રમ્પે જણાવ્યું કે, જો નીતિગત પરિવર્તન થશે તો ભારત જેવા દેશોના હાઈટેક પ્રોફેશનલ્સ માટે ફાયદાકારક સાબિત થશે. ટ્રમ્પે પાછલા દિવસોમાં કેન્સાસમાં થયેલી ભારતીય એન્જિનિયરની હત્યાની પણ નિંદા કરી હતી.
ઓસ્ટ્રેલિયામાં ત્રણ કેટેગરીમાં વીઝા અપાય છે જેમાં મોટો હિસ્સો કુશળ કામદારોનો હોય છે જે ૬૫ ટકા જેટલો હોય છે જેઓને તેમની લાયકાત, અનુભવ ઉમર અંગ્રેજી ભાષાનુ જ્ઞાન, વ્યવસાય, ph.D.ડીગ્રી સહિતની બાબતોના પોઇન્ટ ગણીને વીઝા આપવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે તેઓ દેશની હાલની જૂની ઇમિગ્રેશન સિસ્ટમની જગ્યાએ કેનેડા અને ઓસ્ટ્રેલિયાની જેમ મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ લાવશે. તેમણે ઉમેર્યુ હતુ કે ઉચ્ચ ગુણવતા ધરાવતા મર્યાદિત લોકોના આગમનથી દેશનું નાણું બચે છે સાથોસાથ દેશને કુશળ વૈજ્ઞાનિકો, ટેકનીશીયન, આઇ.ટી. નિષ્ણાંતો તેમજ મેનેજરોના જ્ઞાનનો લાભ મળે છે.
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકનરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઇમિગ્રેશન પોલિસીમાં પરિવર્તન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ એક એવી પોલિસી લાવી રહ્યા છે જેનાથી દેશમાં ડ્રગ્સ લઇને આવનારા લોકોનો રસ્તો બંધ થઇ જાય. પણ તે લોકોને આવતા નહીં રોકાય જેઓ બૌદ્ધિક છે અને પોતાનું ભરણ-પોષણ કરી શકે છે.