અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં વાત નહીં કરવા કડક સૂચના, જાણો શું છે કારણ
અમેરિકન મીડિયાએ ચેતવણી આપી છે કે અમેરિકામાં રહેતા ભારતીયો પર હજુ હુમલા વધી શકે છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT)એ હત્યાની ઘટનાને લઈ ભારત અને અમેરિકાના સંબંધો પર તેની અસર પડી શકે છે તેવી ચિંતા દર્શાવી છે તો બીજાં બધાંએ ભારતીયોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકાના કેન્સાસમાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલા (32)ની હત્યાને યુએસ મીડિયાએ હેડલાઈન બનાવી હતી. તમામ સ્થાનિક અખબાર-વેબસાઈટ ઉપરાંત ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ વોશિંગ્ટન પોસ્ટ, સીએનએન, ધ હફિંગટન પોસ્ટ અને અલઝજીરા જેવાં ઈન્ટરનેશનલ મીડિયામાં પણ આ સમાચારસ્થાન મળ્યું.
ગાઇડલાઇનમાં કહેવાયું છે કે ભારતીયો જાહેર સ્થળે કોઇની પણ સાથે વિવાદમાં ના ઉતરે. કોઇ ઉશ્કેરે તો તેની સાથે લડવાથી બચે અને તરત સ્થળ છોડી દે. આ ઉપરાંત સૂમસામ જગ્યા પર એકલા જવાથી બચો. કંઇ પણ શંકાસ્પદ જણાય તો 911 પર કોલ કરો. આ ઉપરાંત હવે મોડી રાત સુધી બહાર રહેવાનું પણ ટાળો.
વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય એન્જીનિયર શ્રીનિવાસનની હત્યા બાદ અહીં રહેતા ભારતીયો ફફડી ગયા છે અને તેલંગાણા અમેરિકન એસોસિયેશને ભારતીયો માટે એક ગાઇડલાઇન પ્રસિદ્ધ કરી કેટલીક સૂચનાઓનું કડક રીતે પાલન કરવા સૂચના આપી છે. ભારતીયોની સલામત માટે આ ગાઈડલાઈન બહાર પડાઈ છે.
આ ગાઈડલાઈન પ્રમાણે ભારતીયોએ જાહેર સ્થળોએ માતૃભાષામાં બિલકુલ વાત નહીં કરવા સૂચના અપાઈ છે. ગાઈડલાઈનમાં કહેવાયું છે કે, આપણને માતૃભાષામાં વાત કરવી પસંદ છે પણ તેનાથી ગેરસમજ થાય છે અને અમેરિકન નહીં હોવાની છાપ પડે છે માટે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં વાત કરો.