✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રથમ વખત બ્રિટનના પુરુષે બાળકીને આપ્યો જન્મ, ફેસબુક પરથી મળ્યું હતું સ્મર્પ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jul 2017 07:32 AM (IST)
1

ક્રોસે કહ્યું હતું કે ‘સપ્ટેમ્બરમાં મેં સ્પર્મ ડોનેશનથી ગર્ભ ધારણ કર્યું હતું. આ ડોનર મને નેટ પર મળ્યો હતો. જોકે મારે તે માટે પૈસાની ચુકવણી કરવી પડી ન હતી.’ એક કાપડની દુકાનમાં નોકરી કરતા ક્રોસે કહ્યું છે કે મારી દીકરી એક વર્ષની થશે એ પછી હું નોકરી શોધીશ.

2

ક્રોસે પોતાની બાળકી વિશે કહ્યું કે ‘તે દરેક રીતે એકદમ પરફેક્ટ છે...તે અત્યંત સુંદર છે. હું નસીબદાર છું.’ બાળકીના જન્મબાદ ક્રોસ હવે શક્ય હોય તેટલી વહેલી તકે તેનું સંપૂર્ણ લિંગ પરિવર્તન કરાવવા માગે છે. ક્રોસનો જન્મ ૨૧ વર્ષ અગાઉ પૈઇજ નામની છોકરી તરીકે થયો હતો. તેણે અગાઉ કહ્યું હતું કે ‘હું પુરુષ બનવા માગતો હતો.’ ૨૦૦૮માં અમેરિકામાં થોમસ બીટી સંતાનને જન્મ આપનાર સૌપ્રથમ પુરુષ હતો. મહિલા તરીકે જન્મેલા થોમસે આંશિક સેક્સ ચેન્જ કરાવ્યું હતું. પરંતુ ગર્ભાધાન માટે તેણે ગર્ભ સાચવી રાખ્યું હતું.

3

સેક્સ ચેન્જ કરાવીને પુરુષ બનનાર ક્રોસ ત્રણ વર્ષથી કાયદેસર રીતે એક પુરુષ તરીકે રહેતો હતો. મહિલામાંથી પુરુષ બનવા માટે તેણે હોર્મોનની ટ્રીટમેન્ટ કરાવી હતી. જોકે તેના કેટલાક અંગો જ ટ્રાન્સફોર્મ કરી શકાયા હતા કારણ કે બ્રિટનની સરકારી સંસ્થા નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)એ તેના બીજ ફ્રીઝ કરવાની ૪૦૦૦ પાઉન્ડની પ્રક્રિયા અટકાવી દીધી હતી. આથી તેના સંપૂર્ણ લિંગ પરિવર્તનની પ્રક્રિયા થઈ ન હતી. તેને એ પછી ફેસબૂકથી સ્પર્મ ડોનર મળી ગયો હતો અને તેણે સફળતાપૂર્વક ગર્ભ ધારણ કર્યું હતું.

4

નવી દિલ્હીઃ બ્રિટેનમાં બે પુરુષોએ બાળકીને જન્મ આપ્યો છે. 21 વર્ષના હેડેન ક્રોસ અને 23 વર્ષના સ્કોટ પાર્કરે બાળકીને જન્મ આપ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર પુરુષ તરીકે બાળકીને જન્મ આપનાર બ્રિટિશ લોકોની યાદીમાં બને સંયુક્ત રીતે પ્રથમ વ્યક્તિ બની ગયા છે.

  • હોમ
  • દુનિયા
  • પ્રથમ વખત બ્રિટનના પુરુષે બાળકીને આપ્યો જન્મ, ફેસબુક પરથી મળ્યું હતું સ્મર્પ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.