UAEએ લીધો મોટો નિર્ણય, ઉત્તર કોરિયાના નાગરિકોને હવે વિઝા નહીં આપે, રાજકીય સંબંધ પણ કરશે ખતમ
નવી દિલ્લી: નોર્થ કોરિયા તરફથી વારંવાર કરવામાં આવતા મિસાઈલ પરિક્ષણના કાર્યક્રમને લઈને હવે સંયુક્ત અરબ અમીરાતે એક મોટો નિર્ણય લીધો છે. યૂએઈએ ઉત્તર કોરિયાને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. યૂએઈ હવે ઉત્તર કોરિયાના નાગરિકોને વિઝા નહીં આપે. તેની સાથે પ્યોંગયાંગ સાથે રાજકીય સંબંધ પણ ઓછા કરી દેશે. તેના પહેલા કુવૈત અને કતારએ પણ ઉત્તર કોરિયા સાથે આવું કરી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા સતત પરમાણુ પરિક્ષણ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસો પ્યોંગયાંગ તરફથી હાઈડ્રોજન બંમ પરિક્ષણ કર્યું હતું. એટલું જ નહીં પ્યોંગયાંગ સતત અમેરીકાને ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે. તો બીજી બાજુ અમેરિકાએ પણ ઉત્તર કોરિયાને ખતમ કરવામી ધમકી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રતિ ટોનાલ્ડ ટ્રંપે આ મુદ્દો યૂએન મહાસભામાં ઉઠાવી ચુક્યા છે. યૂએન તરફથી ઉત્તર કોરિયા પર અનેક પ્રતિબંધ લગાવી દીધા છે. હવે યૂએઈ ઉત્તર કોરિયાના નાગરિકો માટે વીઝા નહીં આપે.
સરકારી સમાચાર એજન્સી ડબલ્યૂએએમ અનુસાર યૂએઈ સરકાર નોર્થ કોરિયામાં પોતાના અનિવાસી રાજદૂત અને તેની સાથેના રાજદૂત મિશન પણ ખતમ કરી દેવામાં આવશે છે. જાણાકારી અનુસાર સંયુક્ત અરબ અમીરાત સરકાર નોર્થ કોરિયાઈ કંપનીઓને પણ અમીરાતમાં કામ કરવાની અનુમતિ નહીં આપે. જણાવી દઈએ કે યૂએઈ પ્યોંગયાંગના પરમાણુ પરિક્ષણથી નારાજ છે.