ડેટ પર જવા પર કપલને જાહેરમાં મારવામાં આવ્યા કોરડા, જાણો શું છે ઘટના
ઇન્ડોનેશિયામાં Aceh એક માત્ર એવી જગ્યા છે જ્યાં ઈસ્લામિક શરિયા કાયદો અમલમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરિયા કાયદા અનુસાર સ્ત્રિ અને પુરુષે લગ્ન ન કર્યા હોય તો એક બીજાની નજીક ન આવી શકે અને જો આવું કરે તે તેમને જાહેરમાં કોરડા મારવાની સજા ફટકારવામાં આવે છે.
ઇન્ડોનેશિયાના Banda Aceh શહેરની અલ ફુરકોન મસ્જિદમાં યુવતીની લાકડી વડે ફટકારવામાં આવતા તે રડતી જોવા મળી હતી. આ ઘટનામાં કુલ ત્રણ કપલને જાહેરમાં કોરડા ફટકારવમાં આવ્યા હતા.
ઇન્ડોનેશિયામાં ત્રણ યુવા કપલને જાહેરમાં ચાબૂક મારવાની ઘટના સામે આવી છે. આ ત્રણેય કપલ ડેટ પર ગયા હતા જેના માટે શરિયા કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ આ સજા ફટકારવામાં આવી છે.
સપ્ટેમ્બરમાં લગ્નેતર સંબંધ હોવાને કારણે એક મહિલામે આમ જ જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા. ઇન્ડોનેશિયાનાં Acehમાં સમલૈંગિક સેક્સ, જુગાર અને દારૂ પીવો વગેરે માટે ગુનો ગણાય છે અને તેના માટે જાહેરમાં સજા આપવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -