ઓબામાએ જ્યાં નોકરીની ઈચ્છા વ્યક્ત કરી એ સ્પોટિફાય શું છે? કોણ છે ડેનિયલ એક?
આ એપ્લિકેશનની સૌથી ખાસ વાત એ કહી શકાય કે તમે મૂડ અનુસાર પહેલેથી તૈયાર પ્લે લિસ્ટ ડાઉનલોડ કરી શકોછો. આ એપ્લિકેશન તમારી વ્યક્તિગત ભલામણને આધારે ખુદ જ પ્લે લિસ્ટ બનાવી દે છે. જેનાથી તમારું કામ ઘણું સરળ થઈ જાય છે. જેમ કે તમેવર્કડે, અર્લી મોર્નિંગ, લેટ ઇવનિંગ જેવા ઓપ્શનના આધારે ગીતોની યાદી ઓટોમેટિક લિસ્ટ બનાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્પોટિફાઈ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને આઈઓસ બન્ને ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે. આ મ્યૂઝિક એપ્લિકેશનમાં 30 મિલિયનથી વધારે ગીતો ઉપલબ્ધ છે. તેમાં ગીતો તમે આર્ટિસ્ટ અને મ્યૂઝિકના આધારે સર્ચ કરી શકો છો. ઉપરાંત તમે તમારા ફેવરીટ ગીતનું પ્લે લિસ્ટ પણ બનાવી શકો છો.
સ્પોટિફાઈ એપ તમામ આધુનિક ડિવાઈસ જેમ કે, માઈક્રોસોફ્ટ વિન્ડોસ, એપલ ઓએસ, લિનક્સ કોમ્પ્યુટર્સ, એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્માર્ટફોન અને ટેબલેટ પર કામ કરે છે. કંપની સ્પોટિફાઈ કનેક્ટ સ્ટ્રીમીંગની સેવા આપે છે. સ્પોટિફાઈ મ્યૂઝિક એપ્લિકેશનમાં 30 મિલિયનથી પણ વધારે ગીતો છે જેને તમે ઓફલાઈન પણ સાંભળી શકો છો. જન 2016 સુધી સ્પોટિફાઈના 100 મિલિયન માસિક એક્ટિવ યૂઝર્સ છે. સપ્ટેમ્બર 2016 સુધીમાં કંપીનીના એક્ટિવ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 40 મિલિયન હતી. ડેનિયલ એક સ્ટોપિફાઈના સીઈઓ છે.
સ્પોટિફાઈ એક સ્વિડીશ મ્યુઝિક, પોડકાસ્ટ અને વીડિયો સ્ટ્રીમિંગ સેવા આપતી કંપની છે. જેની સ્થાપના વર્ષ 2008માં સ્ટાર્ટઅપ સ્ટોટિફાઈ એબી દ્વારા કરવામાં આવી હતી. હાલમાં આ કંપની યૂરોપ, અમેરિતા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને એશિયાના કેટલાક દેશોમાં પોતાની સેવા આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઓબામાએ હાલમાં જ કહ્યું હતું કે, તે સ્પોટિફાઈમાં નોકરી માટે ઓફર આવે તેની રાહ જોઈ રહ્યા છે. ઓબામાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, હું સ્પોટિફાઈમાં મારી જોબની રાહ જોઈ રહ્યો છું, કારણ કે મને ખબર છે કે તમને મારી પ્લેલિસ્ટ પસંદ છે. જોકે હવે ઓમાબાના કાર્યકાળને બે સપ્તાહ જ રહ્યા છે ત્યારે સ્પોટિફાઈએ મજાક કરતાં એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી છે. જેમાં એક નોકરીની જાહેરાત કરવામાં આવી છે. આ ઓફર કંપનીના સીઈઓ ડેનિયલ એકે ટ્વીટ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ પદ માટે યોગ્ય ઉમેદવાર શાંતિના નોબેલ પુરસ્કારથી સન્માનિત હોવો જોઈએ. આવો જાણીએ ઓબામાને જોબ ઓફર કરનાર કંપની સ્પોટિફાઈ શું છે.
આગામી 20 જાન્યુઆરીને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓમાબા પોતાનો હોદ્દો છોડશે અને ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. હાલમાં ઓબામા રાષ્ટ્રપતિનું પદ છોડ્યા બાદ શું કરશે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહે છે ત્યારે સ્પોટિફાઈ કંપનીએ ઓબામાને જોબ ઓફર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -