US પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાના પક્ષમાં નથી, ભારત સાથે કર્યો દગો
પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટેની કરાયેલી પિટિશન અમેરિકામાં સૌથી પોપ્યુલર પિટિશન બની છે. પિટિશનને 6 લાખ 65 હજાર 769 વોટ મળી ચૂક્યા છે. એટલે કે ઓબામા એડમિનિસ્ટ્રેશનનો રિસ્પોન્સ આવવા માટે જરૂરી આંકડાથી છ ગણાથી પણ વધારે વોટ મળ્યા છે. પિટિશન મુજબ અમે લોકો અમેરિકન એડમિનિસ્ટ્રેશનને અપીલ કરીએ છીએ પાકિસ્તાનને એક આતંકવાદી દેશ જાહેર કરવામાં આવે. સોમવાર સુધી પિટિશન પર 6 લાખ 13 હજાર 830 લોકોએ સિગ્નેચર્સ કરી હતી. મંગળવારે થયેલી ફાઈનલ કાઉન્ટિંગમાં વધુ 51 હજાર 939 વોટ ઉમેરાયા હતા. આ હિસાબે પિટિશનને મળેલા કુલ સિગ્નચર્સ સંખ્યા 6 લાખ 65 હજાર 769 પહોંચી ગઈ છે. વોટના હિસાબે આ પિટિશનને અમેરિકાની અત્યાર સુધીની સૌથી પોપ્યુલર પિટિશન ગણાવવામાં આવી રહી છે. કોઈપણ પિટિશનને 3.5 લાખથી વધારે વોટન નથી મળ્યા. જોકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વ્હાઈટ હાઉસ પૂરી તપાસ કર્યા બાદ જ ફાઈનલ આંકડો જોહેર કરશે. ઉલ્લેખનીય છે કે ઓબામા એડમિનિસ્ટ્રેશનની પિટિશન પર વિચાર કરવા માટે 1 લાખ વોટ મળવા જરૂરી હતા. આ પ્રકારની પિટિશન્સની પરંપરા 2011માં શરૂ થઈ હતી. લોગાન એક્ટનો ભંગ કરવા બદલ 47 સેનેટર્સ અંગેની પિટિશનને સૌથી વધુ 3.2 લાખ સિગ્નેચર્સ મળેલી.
કિર્બીના કહેવા પ્રમાણે, અમે માનીએ છીએ કે કાશ્મીર સહિત કોઈપણ સમસ્યાનો દ્વિપક્ષીય રીતે જ ઉકેલ લાવવો જોઈએ. તેની મદદથી જ આ વિસ્તારમાં પ્રવર્તમાન તણાવને હળવો કરી શકાશે. કિર્બીએ ઉમેર્યું હતુ કે, બંને દેશો વચ્ચે કેટલાક મુદ્દે મતભેદ છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ મળીને ઉકેલે. અમેરિકાને પણ અનેક રાષ્ટ્રો સાથે મતભેદ છે, જેનો વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવા પ્રયાસ કરીએ છીએ. અમને આશા છેકે ભારત અને પાકિસ્તાનના નેતાઓ ગંભીરતાથી પરસ્પરની સમસ્યાઓને ઉકેલવા પ્રયાસરત છે. કિર્બીએ ઉમેર્યું હતું, અમને ખાતરી છે કે, પાકિસ્તાને તેના અણુ હથિયારોને ત્રાસવાદીઓની પહોંચથી દૂર રાખ્યા હશે. આ ભૂખંડમાં આતંકવાદીઓ માટે જે અભ્યારણ્યો છે તેની સામે ત્યાંની સરકારો સાથે મળીને કાર્યવાહી કરતા રહીશું.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા જોન કિર્બીના કહેવા પ્રમાણે, પાકિસ્તાનને 'ટેરરિસ્ટ સ્ટેટ' જાહેર કરવાની પિટિશન અંગે મને ચોક્કસ ખ્યાલ નથી, પરંતુ અમે આ પ્રકારના બિલનું સમર્થન નથી કરતાં. આ અંગે જે પ્રક્રિયા છે, તે મુજબ કામ થશે. જેનો મતલબ છે કે, અમેરિકાને ટેરર સ્ટેટ જાહેર કરવામાં રસ નથી.
વોશિંગ્ટન: આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાનું બેવડું વલણ ફરી એક વખત સામે આવ્યું છે. ભારત સાથે હોવાનો દાવો કરતાં અમેરિકાએ વધુ એક વખત આતંકવાદ મુદ્દે ભારત સાથે દગો કર્યો છે. અમેરિકાના કહેવા પ્રમાણે, પાકિસ્તાનને 'ટેરરિસ્ટ સ્ટેટ' જાહેર કરવાના પ્રસ્તાવનું તેઓ સમર્થન નથી કરતા. સાથે જ ઉમેર્યું છે કે, ભારત માટે જોખમરૂપ આતંકવાદી ઠેકાણાઓને નાબુદ કરવા માટે બંને સરકારો સાથે 'મળી'ને કામ કરશે. અમેરિકાના કહેવા પ્રમાણે, ભારત અને પાકિસ્તાને 'અર્થપૂર્ણ ચર્ચા' કરીને કાશ્મીર સહિતના મુદ્દે પ્રવર્તમાન તણાવને દૂર કરવો જોઈએ.