US: ભારતીયો માટે માઠા સમાચાર, ટ્રમ્પ સરકાર નવજાત બાળકોની નાગરિકતાને લઈ ભરી શકે છે આ પગલું, જાણો વિગત
ટ્રમ્પે મધ્યવર્તી ચૂંટણી પહેલા “Axios on HBO”માં બોલતા જણાવ્યું કે, તેઓ ઈમિગ્રેશન પોલિસી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ટ્રમ્પ તેના સમર્થકોમાં ઉત્સાહનો સંચાર કરવા આવ્યા હતા. અમેરિકામાં બાળક જન્મતાં જ મળી જતાં નાગરિકત્વને લઈ મુદ્દો ગરમ છે ત્યારે તેમણે યુએસમાં જન્મેલા એવા બાળકો પર નિશાન સાધ્યું કે જેમને જન્મ બાદ તરત જ યુએસનું નાગરિકતા મળી જાય છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ હંમેશા કહેવામાં આવી રહ્યું છે કે તમારે આના પર બંધારણીય સુધારો કરવો જોઈએ. જે કોર્ટના ઓર્ડરથી જ શક્ય છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકો માટે માઠા સમાચાર છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોન સિટિઝન્સ અને ઇમિગ્રાન્ટ્સના અમેરિકામાં જન્મ લેતા બાળકોને મળતો જન્મસિદ્ધ અધિકાર બંધ કરી શકે છે.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા વિશ્વમાં એક માત્ર એવો દેશ છે જ્યાં વિવિધ દેશોના લોકો આવે છે અને બાળકને જન્મ આપે છે. તથા નવજાતને આપમેળે અમેરિકાની નાગરિકતા મળી જાય છે, જે હાસ્યાસ્પદ છે અને તેને ખતમ કરવી પડશે.