H-1B વીઝાધારકોના જીવનસાથીની વર્ક પરમિટ બચાવવા માટે અમેરિકન સંસદમાં ખરડો રજૂ, જાણો વિગત
સાંસદોએ ગૃહમાં બિલ રજૂ કર્યા બાદ કહ્યું કે, જ્યારથી આ નિયમ લાગુ થયો છે એક લાખ કર્મચારીઓ ખાસ કરીને મહિલાઓને કામ કરવાની મંજૂરી મળી છે. તેનાથી અમેરિકાની ગતિવિધિમાં સુધારો થયો છે અને હજારો એચ1-બી વીઝા ધારકો તથા તેમના પરિવારોનો આર્થિક બોજ ઓછો થયો છે. એચ-4 રોજગાર સંરક્ષણ ખરડો ટ્રમ્પ સરકારના આ મહત્વપૂર્ણ નિયમને ખતમ કરવાથી રોકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppH4-B વીઝા બિન પ્રવાસી વીઝા છે. જે અમેરિકન કંપનીઓમાં કેટલીક વિશેષ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી માટે મંજૂરી આપે છે. આ વીઝા ભારતીય આઈટી પ્રોફેશનલોમાં ખૂબ લોકપ્રિય છે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલા વીઝાને વર્તમાન ટ્રમ્પ સરકાર સમાપ્ત કરવા માંગે છે.
વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકારની H-1B વીઝા ધારકોના જીવનસાથીને કામ કરવાની મંજૂરી (વર્ક પરમિટ)ને ખતમ કરવાના પ્રયાસોને રોકવા માટે અમેરિકન સંસદમાં એક ખરડો રજૂ કરવામાં આવ્યો છે. બે અમેરિકન સાંસદ અન્ના જી ઈશુ અને જો લૉફગ્રેન આ બિલ રજૂ કર્યુ હતું. તેમનું કહેવું છે કે એચ-1બી વીઝા ધારકોના જીવનસાથીને મળનારા લાભને ખતમ કરવાથી વિદેશી કર્મચારી સ્વદેશ પરત ફરશે અને તેમની પ્રતિભાનો ઉપયોગ અમેરિકન કંપનીઓ સાથે સ્પર્ધામાં કરશે. અમેરિકામાં એચ-1બી વીઝાધારકોના જીવનસાથીને એચ-4બી વીઝા આપવામાં આવે છે.
ઈશુએ કહ્યું કે, આ નિયમને સમાપ્ત કરવાથી અનેક પ્રવાસીઓએ તેમના પરિવારોને વિભાજિત કરવા મજબૂર થવું પડશે. ઉપરાંત સ્વદેશ પરત ફરીને અમેરિકન પ્રોફેશનલો સામે સ્પર્ધા કરવામાં તેમની કુશળતાનો ઉપોગ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -