US સંસદમાં પાકને આતંકી દેશ જાહેર કરતું બિલ રજૂ, ઓબામાએ કાઢી ઝાટકણી
પોએ શું કહ્યું?: પોએ પાકિસ્તાન પર એ પણ આરોપ લગાવ્યા છે કે, પાકિસ્તાને ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો છે. તેના હક્કાની નેટવર્કથી પણ સારા સંબંધો છે. આ પુરાવા જણાવે છે કે આતંકવાદ વિરુદ્ધ છંછેડાયેલા વોરમાં પાકિસ્તાન કઈ બાજુ છે.' સાથે જ બરાક ઓબામાને બિલ પર 90 દિવસમાં રિપોર્ટ આપવાનો રહેશે કે પાકિસ્તાન, ઈન્ટરનેશનલ ટેરરિઝમને સપોર્ટ કરે છે કે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં લાવવામાં આવ્યું બિલઃ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં રિપબ્લિકન સાંસદ ટેડ પોએ એક અન્ય સાંસદ ડાના રોહરાબેકર સાથે પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ ડેઝિગ્નેશન એક્ટ (HR 6069) રજૂ કર્યું હતું. પો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં આતંકવાદ પર બનેલી સબકમિટીના ચેરમેન પણ છે. પોના પ્રમાણે, 'હવે સમય આવી ગયો છે કે આપણે પાકિસ્તાનને તેની દુશ્મની કાઢવા માટે પૈસા આપવાનું બંધ કરી દઈએ. તેને તે જાહેર કરી દેવો જોઈએ જે તે છે.' પોએ એ પણ કહ્યું કે, 'પાકિસ્તાન એક એવો સાથી છે જેના પર વિશ્વાસ ન કરી શકાય. તે ઘણા વર્ષોથી અમેરિકાના દુશ્મનોને મદદ આપી કરી રહ્યું છે.' પોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, 'હું ભારતમાં કાશ્મીરમાં આર્મી બેઝ પર થયેલા હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરું છું. આ હુમલામાં ભારતના 18 જવાનો શહીદ થઈ ગયા છે. ભારત અમારો એક નજીકનો સાથી છે.'
વોશિંગ્ટનઃ અમેરિકાના બે મોટા રાજકીય પક્ષના બે પ્રભાવશાળી સાંસદોએ પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવા માટે સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સભ્ય અને આતંકવાદ પર સભાની ઉપસમિતિના અધ્યક્ષ ડેટ પોએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, અમે પાકિસ્તાનને તેની છેતરપિંડી માટે રૂપિયા આપવાનું બંધ કરી દઈએ અને તેને તેવા જાહેર કરીએ જેવો તે છે એટલે આતંકવાદી દેશ જાહેર કરીએ.
બરાક ઓબામાનું રાષ્ટ્રપતિ તરીકે UNમાં છેલ્લું સંબોધન: અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને તેના આઠમાં અને છેલ્લા સંબોધનમાં ઓબામાએ સ્વીકાર્યું કે, ઉગ્રવાદ અને સાંપ્રદાયિક હિંસા પશ્ચિમ એશિયાને અસ્થિર કરી રહ્યું છે તથા તેનો ઘણી અન્ય જગ્યાએ ફેલાવો તાત્કાલિક અટકાવી ન શકાય. ઓબામાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71માં સત્રમાં કહ્યું કે, 'કોઈ બહારની તાકાત વિવિધ ધાર્મિક સમુદાયોને કે જાતીય સમુદાયોને લાંબા સમય સુધી સહ અસ્તિત્વ રાખવા માટે સક્ષમ થવા માટેની ફરજ પાડવા નથી દઈ રહી.' તેમણે ચેતવણી આપતા કહ્યું કે, 'સમુદાયોના સહ અસ્તિત્વ વિશે મૂળભૂત પ્રશ્નોના જવાબ આપે ત્યા સુધી ઉગ્રવાદની આગ સળગતી રહેશે. અસંખ્ય લોકો પીડિત થશે અને ઉગ્રવાદ અન્ય દેશ સુધી ફેલાતો રહેશે.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -