ખિસ્સામાં મુકેલા દોઢ લાખના iPhoneમાં થયો બ્લાસ્ટ, તસવીરોમાં જુઓ iPhoneના કેવા થયા હાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના બાદ તે એપલના સ્ટોરમાં ગયો હતો પરંતુ અહીં તેને નવો ફોન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જોશે કહ્યું હતું કે, તેના કપડાં અને પગનો થોડો ભાગ દાઝી ગયો છે. જોકે કંપની તરફથી તેને આ નુકસાન પેટે કોઈ જ વળતર આપવામાં આવ્યું નહતું. હાલ કંપનીએ આ મામલે તેની કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.
આ આગ બુજાવવા માટે હિલાર્ડે તેની ઓફિસના એક કર્મચારીની મદદ લીધી હતી. જોશ હિલાર્ડે કહ્યું હતું કે, આ ઘટના પૂર્વે માત્ર ત્રણ અઠવાડિયા પહેલાં જ તેણે iPhone XS ખરીદ્યો હતો. આ સળગેલા iPhoneનો ફોટો જોશો તો ખબર પડશે કે તેના ફ્રન્ટ ડિસ્પ્લેમાં અડધો અડધ સ્ક્રીન ડેમેજ થઈ ગઈ છે. આ ઉપરાંત ફોનની બેક સાઈડમાં પણ ડેમેજ જોઈ શકાય છે.
જેમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ત્યારે તેને ગરમી લાગવા લાગી હતી તે દરમિયાન તે બહુ જ ગભરાઈ ગયો હતો. તેણે તે દરમિયાન પેન્ટનું ખિસ્સું ચેક કર્યું તો ખિસ્સમાંથી લીલા-પીળાં રંગનો ધુમાડો નીકળતો હતો.
આહોયો: અમેરિકાના ઓહાયોમાં રહેતા એક વ્યક્તિ જોશ હિલાર્ડ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, માત્ર એક મહિના જુના iPhone XS Max ફોનમાં 12 ડિસેમ્બરે આગ લાગી ગઈ હતી. હિલાર્ડના જણાવ્યા પ્રમાણે, તેણે iPhone XS મેક્સ તેના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -