અમેરિકામાં PAKને લપડાકઃ જાણો કેટલા લોકોએ પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરતી પિટીશન પર વોટ આપ્યા
અમે લોકો પ્રશાસનને પાકિસ્તાનને આતંકવાદી દેશ (એચઆર 6069) જાહેર કરવાની અપીલ કરીએ છીએ. પિટીશનને 613830 સહી મળી છે જેને વ્હાઈટ હાઉસે આર્કાઈવમાં નોંધી છે. પિટીશન પર સહીની સંખ્યા મંગળવારે બપોર સુધી 51939 નવી સહી સાથે 665769એ પહોંચી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોશિંગ્ટનઃ પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની માગ કરતી પિટીશનને 50 હજારથી દારે સહી મળી જવાથી અમેરિકામાં આ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય પિટીશન ની ગઈ છે.
એવું કહેવાય છે કે, આ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય વ્હાઇટ હાઉસ પિટીશન બની ગઈ છે. કોઈપણ વ્હાઈટ હાઉસ પિટીશને અત્યાર સુધી 350000નો આંકડો પાર કર્યો ન હતો.
આ વિશે વ્હાઈટ હાઉસે પણ અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી. શક્ય છે કે વ્હાઈટ હાઉસ દ્વારા પિટીશન બંધ કરતા પહેલા કરવામં આવેલ સહીને સત્તાવાર રીતે ચકાસ્યા બાદ આખરી આંકડામાં સામેલ કરવામાં આવી હતી. આમ થવા પર છેતરપીંડીની શક્યતા ઘટી જાય છે.
પિટીશન ઓબામા પ્રશાસનની પ્રતિક્રિયા મેળવવા માટે જરૂરી એક લાખ સંખ્યાનો આંકડો વટાવી ગઈ છે. વ્હાઈટ હાઉસ તરફથી આ પિટીશન પર નક્કી 60 દિવસની અંદર સત્તાવાર પ્રતિક્રિયા મળવાની આશા છે. આ પ્રકારના પિટીશનની પંરપરા વર્ષ 2011માં શરૂ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -