ટ્રમ્પ પડ્યા નરમ, કિમ જોંગ સાથે વાતચીત કરવા થયા તૈયાર
વોશિંગ્ટનઃ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ બટન પાસે હોવાની ધમકીભર્યા માહોલ વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પે આપેલા નિવેદનથી બધા હેરાન છે. ટ્રમ્પે કહ્યું કે, તે કિમ જોંગ સાથે વાત કરવા ઈચ્છે છે. ટ્રમ્પના આ નિવેદનને વિશ્વ શાંતિ માટે એક શુભ સંકેત માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોર્થ કોરિયા દ્વારા વારંવાર કરવામાં આવતા મિસાઇલ ટેસ્ટના કારણે ટ્રમ્પે તેના લીડર કિમ જોંગની રોકેટ મેન કહીને મજાક ઉડાવી હતી. તો કિમે પણ ટ્રમ્પની ઠેકડી કરી હતી. આ ઉપરાંત બંનેએ તાજેતરમાં જ ન્યૂક્લિયર બટનને લઇ નિવેદનો આપ્યા હતા.
શુક્રવારે નોર્થ કોરિયા સાઉથ કોરિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર થયું હતું. બંને વચ્ચે 2 વર્ષ બાદ વાતચીત થવા જઈ રહી છે. આ જાહેરાતના થોડા સમય પહેલા જ અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે થનારા સૈન્ય અભ્યાસને ટાળવાના અહેવાલ આવ્યા હતા.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથે ફોન પર વાત કરવા બિલકુલ તૈયાર છે. તેમણે આશા વ્યક્ત કરી કે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે થઇ જવા રહેલી વાતચીતનું સકારાત્મક પરિણામ મળશે.
સમાચાર એજન્સી રોયટર્સ મુજબ કેમ્પ ડેવિડમાં પત્રકારોએ સવાલ કર્યો હતો કે, શું તમે કિમ સાથે બિનશરતી વાતચીત કરવા તૈયાર છો? તેનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, નિશ્વિત રીતે કરીશ. મને આવી કોઈ મુશ્કેલી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -