અમેરિકા: કેલિફોર્નિયામાં Youtubeના હેડ ક્વાર્ટરમાં ગોળીબાર, 4 ઘાયલ, મહિલા શૂટરનું મોત
અહેવાલ પ્રમાણે ગોળીબાર કરનાર મહિલા સ્કાર્ફ અને ચશ્મા પહેરીને આવી હતી. તેની પાસ બંદૂક હતી. એક વેબસાઇટના મતે મહિલાની ઓળખ 38 વર્ષની નસીમા અઘદમ તરીકે થઇ છે. અંગ્રેજી વેબસાઇટ ડેલીમેલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે છોકરી એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ હતી અને યુટ્યુબ પર એક્ટિવ હતી. તે કંપનીની નવી પોલિસીનો વિરોધ કરનારી હતી. તે યુટ્યુબ પર વીડિયો સેન્સરથી નારાજ હતી. કારણ કે તેના લીધે તેની કમાણી બંધ થઇ ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ યૂ-ટ્યૂબ હેડ ક્વાર્ટરમાં થયેલી ગોળીબારની ઘટનાને દુઃખદ જણાવી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, યૂ-ટ્યૂબ હેડક્વાર્ટરમાં ગોળીબારની દુઃખદ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. યૂ-ટ્યૂબની સીઈઓ સુસાન વોજિકી અને હું આ સંકટના સમયમાં કર્મચારીઓ તથા યૂ-ટ્યૂબ કમ્યુનિટીને સપોર્ટ કરવા પર ફોક્સ કરી રહ્યા છીએ.
સ્થાનિક મીડિયા મુજબ ઘાયલ યુવકને શંકાસ્પદ હુમલાખોર મહિલા શૂટરનો પ્રેમી ગણાવ્યો છે. ગોળીબારમાં ઘાયલ બે મહિલાઓમાંથી એકની હાલત ગંભીર છે, જ્યારે બીજાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.
અચાનક બનેલી ઘટનાથી ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે ગભરાયેલા લોકોને ત્યાંથી સલામત રીતે બહાર કાઢ્યા અને યૂ-ટ્યૂબ ઓફિસને ખાલી કરાવી દીધી. હુમલામાં ઘાયલ થયેલા ચાર લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ગોળીબારમાં ઘાયલ ચાર લોકોમાંથી એકને મહિલા બંદૂકધારી જાણતી હતી.
સૈન બ્રુનો પોલીસ ચીફ એડ બારબેરિનીએ જણાવ્યું કે, યૂ-ટ્યૂબ હેડ ક્વાર્ટરમાં ગોળીબાર કરનારી મહિલા બંદૂકધારી બિલ્ડિંગની અંદર મૃત મળી છે. તેણે ફાયરિંગ બાદ ખુદ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસ કાફલો એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચી ગયો હતો.
કેલિફોર્નિયાઃ અમેરિકામાં વધુ એક ગોળીબારની ઘટના સામે આવી છે. કેલિફોર્નિયા સ્થિત યૂ ટ્યૂબના હેડ ક્વાર્ટરમાં એક મહિલા બંદૂકધારીએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. જે બાદ મહિલા શૂટરે ખુદને પણ ગોળી મારી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -