પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો, જાણો શું કહ્યું
તેણે ટ્વિટમાં એમ પણ લખ્યું છે કે, આઝાદી માટે અવાજ ઉઠાવતાં નિર્દોષોને અત્યાચારી શાસકો મારી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને શાંતિની અપીલ કરનારા સંગઠનો ક્યાં છે ?
આફ્રિદીના નામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ છે. તેણે વનડેમાં 351 સિક્સ મારી છે. તેણી ગણતરી વિશ્વના સૌથી શ્રેષ્ઠ વનડે ઓલરાઉન્ડરમાં પણ થાય છે. તેણે 398 વનડેમાં 8064 રન અને 395 વિકેટ લીધી છે. વનડેમાં 8000થી વધારે રન અને 350થી વધારે વિકેટ લેનારો એક માત્ર વનડે ક્રિકેટર છે.
તેણે 2017માં ટ્વિટ કરીને લખ્યું હતું કે, કાશ્મીર એક સ્વર્ગ છે. જે ઘણા સમયથી હિંસા થતી આવી છે. હવે મુદ્દો ઉકેલવાનો સમય આવી ગયો છે.
શાહિદ આફ્રિદીએ શ્રીલંકા સામે 1996માં માત્ર 37 બોલમાં સદી ફટકારી સૌથી ઝડપી વનડે સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. 16 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસને 36 બોલમાં સદી ફટકારી હતી. હાલ વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના એબી ડીવિલિયર્સના નામે છે. તેણે 18 જાન્યુઆરી 2015માં માત્ર 31 બોલમાં સદી ફટકારી હતી.
થોડા દિવસો પહેલા આફ્રિદીએ ભારતીય પ્રશંસકો સાથે આ રીતે પડાવેલી તસવીરના કારણે પણ તે ચર્ચામાં આવ્યો હતો.
આંતરાષ્ટ્રીય સંગઠનો કાશ્મીરમાં થઈ રહેલા રક્તપાતને રોકવાની કોશિશ કેમ નથી કરતા તેમ પણ તેણે લખ્યું છે. ઉલ્લેખનીય છે કે શાહિદ આફ્રિદી આ પહેલા પણ કાશ્મીરની આઝાદીના સમર્થનમાં ટ્વિટ કરી ચૂક્યો છે.
લાહોરઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતના કબજામાં રહેલા કાશ્મીરને લઈ એક વિવાદિત ટ્વિટ કર્યું છે. તેણે ટ્વિટર પર લખ્યું છે કે ભારતના કબજાવાળા કાશ્મીરમાં સ્થિતિ ભયંકર અને ચિંતાજનક છે.