આ વ્યક્તિના માથાની એક ઇંચ ઉપરથી નીકળી ગઇ બેકાબુ કાર, વીડિયો થયો વાયરલ

મીશીગનઃ અમેરિકાના મીશીગન સીટીમાં એક ભયાનક ઘટનાનો વીડિયો થઇ રહ્યો છે, વીડિયોમાં એક વ્યક્તિ મોતને માત આપીને બહાર નીકળતો દેખાઇ રહ્યો છે. ખરેખરમાં વીડિયો MSP Metro Detroit નામના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે જે એક ચેતાવણી છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના પાછળ ઉભેલી પોલીસ વાનના કેમેરામાં કેદ થઇ હતી અને બાદમાં તેને ચેતાવણી રૂપે ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી.
પાછળથી આવેલી કાર અગાઉના એક્સીડેન્ટ થયેલી કાર સાથે ટકરાઇ, ત્યારે ત્યાં પોલીસ મેન હાજર હતો. જોકે, પોલીસ મેનના માથા પરથી કાર હવામાં ઉડી જેથી પોલીસ મેનનો અદભૂત રીતે બચાવ થયો હતો.
પોલીસ મેન જ્યારે કારને સાફ સફાઇ કરીને ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે ખરાબ હવામાનને કારણે કન્ટ્રૉલ ગુમાઇ ચૂકેલી અન્ય એક કાર અચાનક પાછળથી આવીને ટકારઇ હતી.
વાયરલ થયેલા વીડિયો અનુસાર, મીશીગન સીટી પોલીસ શહેરના હાઇવે પર થયેલા એક એક્સીડેન્ટને કવર કરવા ગઇ હતી. આ દરમિયાન પોલીસ પાસે એક વાહન ખેંચવાની ગાડી હતી. જેને એક્સીડેન્ટ થયેલી કારને ખેંચવા માટે લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.