વિયોરિકા ડેન્સિલા બની રોમાનિયાની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jan 2018 04:48 PM (IST)

1
નવી દિલ્લી: વિયોરિકા ડેન્સિલા રોમાનિયાની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બની છે. ડેન્સિલાએ સોમવારે તેના મંત્રીમંડળ સાથે શપથ લીધા હતા. સોશલ ડેમોક્રેટ પાર્ટી તરફથી યૂરોપીયન સંસદમાં રોમાનિયાની પ્રતિનિધિ 54 વર્ષિય ડેન્સિલા પૂર્વી યૂરોપીય દેશના ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બની છે.
2
ડેન્સિલાનું મંત્રીમંડલ સોશલ ડેમોક્રેટિક પાર્ટીની ત્રીજી સરકાર છે. જેણે 13 મહિનાથી પણ ઓછા સમયમાં સંસદમાં પહેલા વિશ્વાસમત મેળવ્યો હતો. તે દરમિયાન પક્ષમાં 282 જ્યારે વિરોધ પક્ષમાં 136 મત મળ્યા હતા.