Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આ છ વર્ષનો ટેણિયો યુટ્યૂબ પર વર્ષે 71 કરોડની કમાણી કરે છે
તેણે ડિઝની પિ્સરની કારના ૧૦૦થી વધુ રમકડાના બોક્સ સાથેના ‘જાયન્ટ એગ સરપ્રાઈઝ’ની સમીક્ષા કરી તેણે તેને યુટ્યૂબનો સ્ટાર બનાવી દીધો. આ વીડિયો ૮૦ કરોડથી વધુ લોકોએ જોયો હતો. રયાનની ચેનલના એક કરોડથી વધુ સબસ્ક્રાઈબર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ તમારા હિસાબે કોઈ બિઝનેસ શરૂ કરવાની યોગ્ય ઉંમર કઈ છે. તમે જે પણ વિચારતા હો પરંતુ તમારા બધા જ અનુમાન અને ધારણા આ 6 વર્ષના બાળક સામે પડી ભાંગશે. 6 વર્ષનો રાયન માત્ર પોતાના યૂટ્યૂબ વિડિયોઝ દ્વારા વર્ષે 71 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
રયાન યુટ્યૂબ પર રમકડાં અને કેન્ડીની સમીક્ષા કરે છે અને તેના દ્વારા ૧.૧ કરોડ ડોલર(અંદાજે ૭૦ કરોડ રૂપિયા)થી વધુની કમાણી કરી રહ્યો છે. ફોર્બ્સ મેગેઝિને રયાનને ‘યુટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સ 2017’ની વૈશ્વિક યાદીમાં તેનો સમાવેશ કર્યો હતો. એટલું જ નહીં આ યાદીમાં આઠમા ક્રમ પર છે.
યુટ્યૂબ આ ટાબરિયા વિશે કહે છે કે ‘રયાનને રમકડાં ખૂબ જ ગમે છે. એક બાળક દ્વારા બાળકો માટેના રમકડાંની સમીક્ષા ! તેને કાર, ટ્રેઈન, થોમસ એન્ડ ફ્રેન્ડ્સ, લીગો, સુપરહીરો, ડિઝની ટોય્ઝ, ઓપન સરપ્રાઈઝ એગ્ઝ, પ્લે ડોહ, પિક્સર ડિઝની કાર, ડિઝની પ્લેન, મોન્સ્ટર ટ્રક, મિનિયન, ફેમિલી ફન એડવેન્ચર અને આવું ઘણું બધું ગમે છે.’
રયાને તેના પરિવારની મદદથી માત્ર ચાર વર્ષની ઉંમરે જ રમકડાંની સમીક્ષા શરૂ કરી દીધી હતી. રયાન બાળકો માટેના નવા-નવા રમકડાં કેવા છે તેની વિગત આપે છે અને તેની સમીક્ષા કરે છે. રમકડું બરાબર છે કે નહીં તે કહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -