સાઉદીમાં આજથી મહિલાઓ ચલાવી શકશે કાર, બેન હટ્યો, 60 વર્ષે મળી આઝાદી
રિયાધમાં 1990ના સમયગાળામાં અનેક મહિલાઓની ડ્રાઈવિંગ કરવાને લઈને ધરપકડ કરાઈ હતી. 2008 અને 2014 વચ્ચે અનેક મહિલાઓએ સાઉદી શાસનની નીતિના વિરોધમાં ગુપચુપ રીતે કાર ચલાવતી હોય તેવાં ફોટાઓ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મહિને મહિલાઓને લાયસન્સ ઈશ્યૂ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. સાઉદી આરબ વિશ્વનો છેલ્લો દેશ હતો, જ્યાં અત્યારસુધી મહિલાઓના ડ્રાઈવિંગ પર રોક હતી. જો કે પ્રિન્સ સલમાનના વિઝન 2030ને ધ્યાનમાં રાખીને દેશમાં મહિલાઓને અનેક ક્ષેત્રોમાં અધિકારો પણ આપવામાં આવી રહ્યાં છે.
માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલ મુજબ આ સમય મહિલા અધિકારો માટે કામ કરતાં 8 કાર્યકર્તાઓ પર સાઉદીની અદાલતમાં કેસ ચાલી રહ્યાં છે અને તેઓને અનેક વર્ષો સુધી જેલની સજા મળી શકે છે.
સાઉદી અરબમાં છેલ્લાં અનેક વર્ષોથી મહિલાઓને ડ્રાઈવિંગના અધિકાર આપવાની માગ ઊઠી રહી હતી. જે માટે અનેક કાર્યકર્તાઓએ પ્રદર્શનો પણ કર્યા હતા. જો કે સાઉદી શાસને આ અભિયાનોને દબાવવા માટે અનેક વખત પ્રયાસો પણ કર્યાં.
એટલે છેલ્લા 60 વર્ષથી લાગેલા મહિલાઓની ડ્રાઈવિંગ પરના બેનને સાઉદી આરબે હટાવી લીધો છે. હવે સાઉદીની મહિલાઓ સત્તાવાર રીતે રસ્તા પર કાર ચલાવી શકશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આદેશ પછી સાઉદી શાસને આ વાતની જાહેરાત કરી હતી.
રિયાધઃ સાઉદી આરબમાં રવિવારે એટલે કે, મહિલાઓને સત્તાવાર રીતે રસ્તાંઓ પર ડ્રાઇવિંગ કરવાની (ગાડી ચલાવવાની) મંજૂરી મળી ગઇ છે. આની સાથે સાઉદી આરબ મહિલાઓ પર ગાડી ચલાવવાના લાગેલા પ્રતિબંધ હટાવવા વાળો દુનિયાનો છેલ્લો દેશ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી આરબ દુનિયાનો એકમાત્ર એવો દેશ હતો જ્યાં મહિલાઓ ડ્રાઇવ ન હોતી કરી શકતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -