લોટરીમાં 1322 કરોડ જીતતાં જ મહિલાએ બોયફ્રેન્ડ બનાવવા માંડ્યા, પછી પતિને છોડી દીધો, કોની સાથે લગ્ન કર્યાં તે જાણીને લાગશે આઘાત
લંડનઃ સ્કોટલેન્ડની એક મહિલાને થોડા સમય પહેલાં 1322 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. આટલી મોટી રકમની લોટરી જીત્યા બાદ તેને એવો ચસકો લાગ્યો કે તે અનેક બોયફ્રેન્ડ બનાવવા લાગી. પોતે હવે ધનાઢ્ય બની ગઈ હોવાનું જાણ્યા પછી તેણે માત્ર 15 મહિનામાં જ પતિને છૂટાછેડા આપી દીધા.
જે બાદ તેણે ચોરીના આરોપમાં જેલની સજા કાપી આવેલા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. અહેવાલ મુજબ 46 વર્ષની ગિલિયન 37 વર્ષના બ્રિયન ડીન્સ સાથે લગ્ન કર્યા છે. ગિલિયનનો નવો પતિ બ્રિયન ડીન્સને ચોરીનો દોષિ જણાવવામાં આવી રહ્યો છે. બ્રિયને 12 લાખની ચોરી માટે 6 મહિનાની જેલની સજા કાપી છે.
ગિલિયને કહ્યું કે, ચોરીની ઘટના છ વર્ષ જૂની છે,એટલે એને હંમેશા સજા આપવી યોગ્ય નથી. બે બાળકોની માતા ગિલિયને એમ પણ કહ્યું કે, હું મારા વરના અપરાધ અંગે શરુઆતથી જ જાણતી હતી, અને એટલે મારા માટે પરેશાનીનું કોઈ કારણ નથી.
ગિલિયને ડિન્સ સાથે સેન્ટ એન્ડ્રૂ નજીક આવેલી ફેરમેન્ટ નામની ફાઇવ સ્ટાર હોટલમાં ભવ્ય લગ્ન કર્યા હતા. બ્રિયને ગિલિયન સાથે ડેટિંગના શરૂઆતના દિવસોમાં જ બધી વાતથી માહિતગાર કરી દીધી હતી. બ્રિયન એક પ્રોપર્ટી રિનોવેટર માટે કામ કરે છે.
ગિલિયન તેના પૂર્વ પતિ બ્રિયન ડિન્સ સાથે