તાઈવાનમાં હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 9 લોકોના મોત, 16 ઘાયલ
આગ લાગ્યા બાદ પોલીસે હોસ્પિટલના સાતમા માળે ફસાયેલા તમામ 36 લોકોને બચાવી લીધા હતા. પરંતુ બહાર નિકળ્યા બાદ 16 લોકોએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેમાંથી 7 લોકોને બચાવવામાં ડોક્ટર્સ સફળ રહ્યા હતા, પરંતુ 9 લોકોનાં કાર્ડિયાક અરેસ્ટથી મોત થયા હતા.
તાઈપે: તાઇવાનની એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 9 લોકોનાં મોત થયા છે. જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ લાગવાના કારણો વિશે હજુ સુધી કોઇ જાણકારી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના કોઇ પણ સાધનો પણ નહોતા.
ઘટનાસ્થળ પર હજાર લોકોએ જણાવ્યું કે, તેઓએ આગ લાગતા પહેલાં વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ રાહત અને બચાવ વાહન ઉપરાંત ફાયર કર્મીઓ આગ બૂઝાવવાના કામમાં લાગી ગયા હતા. એક કલાકની અંદર જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પીડિતોને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂ તાઇપે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.