ડેટા લીક મામલે ફસાયેલા ઝકરબર્ગ બોલ્યા, કહ્યું ભારતની ચૂંટણીમાં અમે FBનો દુરપયોગ નહીં થવા દઇએ
ઝકરબર્ગે આ મુદ્દાને લઇને ફેસબુક પર પણ એક પૉસ્ટ લખી છે, પોતાની પૉસ્ટમાં તેમને જણાવ્યું છે કે, કંપનીએ આ મામલે કેટલાક મોટા ભગલા ભર્યા છે અને આગળ પણ મોટા પગલા ભરી શકે છે. ઝકરબર્ગે કેમ્બિઝ એનાલિટિકાના મામલે પોતાની ભૂલ કબુલી છે.
નવી દિલ્હીઃ અમેરિકાની ચૂંટણીમાં ડેટા લીક પર ચિંતા વ્યક્ત કરતાં ફેસબુક સીઇઓ માર્ક ઝકરબર્ગે એ વિશ્વાસ આપ્યો છે કે, હવે તેની કંપની ભારત સહિત દુનિયામાં ક્યાંય પણ થનારી ચૂંટણીમાં ડેટા સાથે જોડાયેલી ઇમાનદારીને સાચવી રાખશે અને તેના માટે પુરેપુરી પ્રતિબદ્ધ છે.
ઝકરબર્ગે કહ્યું કે, 'એ અમારી જવાબદારી છે, ભારત પર અમારું ખાસ ધ્યાન છે કેમકે અહીં મોટી ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત બ્રાઝિલ અને અન્ય દેશોમાં મોટી ચૂંટણી થવા જઇ રહી છે. અમે તે બધું કરવા પ્રતિબદ્ધ છીએ જેનાથી ફેસબુક પર આ ચૂંટણી વિશે ઇમાનદારી પુરેપુરી બનેલી રહે.'
અમેરિકન ચેનલ સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં માર્ક ઝકરબર્ગે આ વિશ્વાસ આપ્યો હતો. તેમને એ પણ સ્વીકાર કર્યો કે રશિયા સહિતના કેટલાય દેશો અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશમાં લાગ્યા હતા અને તેમને એ પણ જણાવ્યું કે ફેસબુકે તે પ્રયાસોનો ફેઇલ કરવાના ઉપાયો પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રસિયન બૉટ્સે વર્ષ 2017ની ફ્રાન્સની ચૂંટણી અને અમેરિન અલબામાની સેનેટ ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી.
ભારતીય ચૂંટણી વિશેના પ્રશ્ન પર ઝકરબર્ગે કહ્યું કે, ફેસબુક ભારત સહિત બધા દેશોમાં થનારી ચૂંટણીમાં કોઇ બહારના તત્વને દાખલ નહીં થવા દે, તેના અંકુશ પર અનેક પ્રકારના પગલાં ભરી રહ્યું છે. તેમને કહ્યું કે, આ માટે ફેસબુક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલથી લઇ 'રસિયન બૉટ્સ'ની ઓળખ કરવા સુધીના ઉપાયો કર્યા છે.