Gujarat Agriculture News: ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્કીમ ચલાવવામાં આવે છે. રાજ્યના બાગાયતી વિભાગ હેઠળની યોજનાના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આઈખેડૂત પોર્ટલ પર 30 એપ્રિલ, 2022 સુધી અરજી કરી શકાશે.


આજીવન એક વખત સહાય મેળવી શકાય તેવા ઘટકો



  • હાઈટેક નર્સરી

  • હાઈબ્રીડ બિયારણ

  • હાઈટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ)

  • હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં

  • હાઈબ્રીડ તરબૂચ અને શક્કર ટેટીના વાવેતર માટે સહાય

  • હની એકસ્ટ્રેકટર, ફૂડ ગ્રેડ કન્ટેઈનર, નેટ મધમારી ઉછેરના સાધનો

  • પ્લાસ્ટીક ટનલ્સ

  • પ્લાસ્ટીક મલ્ચ લેઈંગ મશીન

  • પુસા ઝીરો એનર્જી ફુલ ચેમ્બર

  • પાવર ટીલર (8 બીએચપીથી ઓછા)

  • પાવર ટીલર ( 8 બીએચપીથી વધુ)

  • પોલી હાઉસ (નેચરલી વેન્ટીલેટેડ) નળાકાર સ્ટ્રક્ટર માટે

  • પોલી હાઉસ/શેડ નેટ હાઉસમાં ઉગાડવામાં આવતાં ગુલાબ, લીલીયમ, કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરિયલ માટે તથા ખેતી ખર્ચ માટે

  • પપૈયા

  • પ્લગ નર્સરી

  • પેક હાઉસ

  • પક્ષી/કરા સામે સરંક્ષણ નેટ

  • પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા છ ટન)

  • પ્લાન્ટ હેલ્થ ક્લીનીકની સ્થાપના

  • પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો)

  • પ્લાન્ટીંગ મટીરિયલ આયાત કરવા માટે

  • પ્રાઈમરી/મોબાઈલ/મીનીમમ પ્રોસેસીંગ યુનિટ

  • નાની નર્સરી (1 હેકટર)

  • કોટ્રેક્ટર (20 પીટીઓ એચપી સુધી)

  • ટીસ્યુકલ્ટર ખારેકની ખેતીમાં સહાય

  • ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા

  • દાંડી ફૂલો (કટ ફ્લાવર્સ)

  • નેટ હાઉસ – નળાકાર સ્ટ્રક્ચર માટે

  • નર્સરીની માળખાગત સુવિધા સુધરવા

  • નવી ટીસ્યુકલ્ચર લેબની સ્થાપના

  • જુના બગીચાઓનું નવીનીકરણ-નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે

  • ડ્રીપ ઈરિગેશન નેશનલ મિશન ઓન ઓઈલસીડ એન્ડ ઓઈલપામ


કેવી રીતે કરશો અરજી


આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.