Groundnut: નવરાત્રીના પ્રથમ દિવસે જ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ છે. આ વખતેની સિઝનમાં સૌ પ્રથમ મગફળીની પુષ્કળ આવક થવા પામી છે. જેના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાયું છે. અંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ છે. હરાજીમાં મગફળીના 20 કિલોના 1000 થી 1350 સુધી ભાવ મળ્યા હતા. મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતો ખુશ થઈ ગયા હતા.


પ્રથમ નોરતે દક્ષિણ ગુજરાત બાદ અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી, ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક


આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં વણ વરસાદ શરૂ થયો છે.   અમરેલી જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ છે, ખાંભા શહેરમાં પણ વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


 સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના ઉના, સૂત્રાપાડા સહિતના દરિયા કાઠાના વિસ્તારોમાં પણ વરસાદ છે. ઉનાના અનેક વિસ્તારોમાં અર્ધો કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો છે, તો સુત્રાપાડાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ છે. જયારે કોડીનારના દરિયા કાંઠે હળવા ઝાપટાં છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે. સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ,કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 129 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.51 ટકા થયો છે. 4688 દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 43 હજાર 415 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 298 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 530 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 68 લાખ 35 હજાર 714 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11 લાખ 67 હજાર 772 ડોઝ અપાયા હતા.