Agriculture News: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકોમાં વધારો થયો છે. ભારે આવકોના પગલે મગફળીના ભાવમાં આજે કડાકો થયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 25000 ગુણીની આવક થle ભાવમાં એક મણે 50 થી 75 રૂપિયાનો ઘટાડો થયો.


રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ નવી મગફળીના ભાવ કેટલો છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. બેડી માર્કેટિંગ યાર્ડ રાજકોટના ડિરેક્ટર, અતુલ કમાણીએ જણાવ્યું, વરસાદે વિરામ લેતા સતત મગફળીની આવકો વધી રહી છે. રાજકોટ યાર્ડમાં પહેલા 10 થી 12 હજાર ગુણી આવતી હતી. આજે 25 હજાર કરતાં વધારે ગુણીની મગફળીની આવકો થઈ છે. મગફળીના ભાવમાં એક જ દિવસમાં મણે 50 થી 75 રૂપિયા નો ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ નવી મગફળીના ભાવ 1250 થી 1400 હતા. આજે યાર્ડમાં સરેરાશ મગફળીના ભાવ 1200 થી 1350 થયા છે. હાલ થોડી ભેજવાળી પણ મગફળી આવી રહી છે. સૂકી મગફળીના ભાવ 1400 થી 1500 રૂપિયા થયા છે.  હજી પણ આવતા દિવસોમાં મગફળીની આવકો જેમ વધશે તેમ ભાવમાં ઘટાડો થઈ શકે છે.


મગફળીની આવકો વધતા ભાવમાં ઘટાડો થયો છે


ખેડૂતોએ કહ્યું બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના ભાવ દર વર્ષે વધી રહ્યા છે ત્યારે મગફળીના ભાવ વધવા જોઈએ. પાછોતરા વરસાદના કારણે મગફળીના પાકને ફાયદો થયો છે. આજે સૌથી વધુ હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારની મગફળી રાજકોટ યાર્ડમાં આવી રહી છે. વરસાદ ખેંચાયો હતો ત્યારે વેપારીઓ અને ઓઇલ મિલ નો એવો અંદાજ હતો કે આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઘટી શકે છે પરંતુ જે વરસાદ પડ્યો જેના કારણે મગફળીનું ઉત્પાદન સારું રહે તેવી શક્યતાઓ છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર દર વર્ષે ઘટતું જાય છે તેના માટે અનેક કારણો જવાબદાર છે. ગયા વર્ષ કરતાં મગફળીના વાવેતરમાં 4 ટકા જેવો ઘટાડો થયો છે. આ વર્ષે રાજ્યમાં 17 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. ગત વર્ષે 16.33 લાખ હેક્ટર માં વાવેતર થયું હતું. જોકે આ વર્ષે પાછો તો વરસાદ થતાં ઉત્પાદન પણ સારું રહે તેવી શક્યતાઓ છે.


આ પણ વાંચોઃ


કારપૂલિંગ એપ્સ પર પ્રતિબંધ નહીં, પણ ઓપરેટ કરવા મંજૂરી લેવી પડશેઃ પરિવહન મંત્રીએ કરી સ્પષ્ટતા